મોદીએ ગાંધીનગરમાં ટેક્સટાઇલ ઇન્ડિયા 2017નું ઉદ્ઘાટન કર્યું
ગાંધીનગરમાં યોજાઇ રહેલા ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 કાર્યક્રમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 78 હજાર સ્કવેર મીટરમાં લાગેલા વિશાળ એક્ઝિબિશન સેન્ટરનું મોદીએ ઉદ્દઘાટ કર્યું હતું. જેમાં 130 દેશોનાં ટેક્સટાઇલ ક્ષેત્રનાં મહાનુભવો ગાંધીનગરનાં આગણે પધાર્યા છે. જેમાં 1500 જેટલા એક્ઝીબીટર્સે સ્ટોલ લગાવ્યા છે. ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 કાર્યક્રમ ઇન્ટરનેશનલ તથા નેશનલ કક્ષાની ઇન્ડસ્ટ્રીઝનાં દિગજ્જો, ટેક્નિકલ એક્સપર્ટ અને સિનિયર પોલીમેકર્સને પ્લેટફોર્મ પુરૂ પાડી રહ્યો છે.
જેનાંથી ભારત માટે પણ ક્ષેત્રમાં નવી દિશાઓ ખુલશે. બિઝનેસ ટૂ બિઝનેસ ચેઇનમાં ભારત સહિતનાં દેશોની મજબુત ચેઇન બનશે. રોકાણની સાથે સાથે ટેક્નોલોજીની આપ-લે માટે પણ કાર્યક્રમ મહત્વનો છે. જેમાં 2500થી વધુ ઓવરસીઝ ખરીદકારો તથા 15000 જેટલા ડોમેસ્ટીક વિઝીટર નોંધાયા છે. એક્ઝિબિશન સેન્ટરનાં 78 હજાર સ્કવેર મીટરની જગ્યામાં 1500 જેટલા એક્ઝિબિટર્સ દ્વારા સ્ટોલ લગાવ્યા છે. જયારે 22 રાઉન્ડ ટેબલ પર 6 કોન્ફરન્સ થનારી છે. જેમાં 130 દેશોનાં ટેક્સટાઇલ ક્ષેત્રનાં દિગ્ગજો ભાગ લેનાર છે.