ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭- મોદીના હસ્તે ભારતના સૌથી વિશાળ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરનો ભવ્ય શુભારંભ

શુક્રવાર, 30 જૂન 2017 (17:33 IST)

Widgets Magazine
modi in gandhinagar

  


મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરની વિશેષતાઓ :-
Ø ૨૫૦૦ ઈન્ટરનેશનલ બાયર્સ
Ø ૧૦૦૦થી વધુ ઈન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક એક્ઝિબિટર્સ
Ø ૧૫,૦૦૦ ડોમેસ્ટિક વિઝટર્સ
Ø ૭૮,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ટ્રેડ ફેર
         ૧૩ એક્ઝિબિશન-પેવેલિયન હોલ 
 
વડાપ્રધાન મોદીના હસ્તે ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭ અંતર્ગત હેલિપેડ ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ સૌથી વિશાળ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરનો આજે ભવ્ય શુભારંભ કરાયો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય ટેક્ષટાઈલ મંત્રી  સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યાં હતા. મોદીએ ફેરનું ઉદઘાટન કરીને થીમ પેવેલિયન-૧ની મુલાકાત લઈને વિવિધ રાજ્યો-દેશોના ટેક્ષટાઈલ્સ સ્ટોલ્સ રસપૂર્વક નિહાળ્યા હતા. ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭ હેઠળ હેલિપેડ ગાંધીનગર ખાતે તા. ૩૦મી જૂન અને ૧-૨ જૂલાઈ-૨૦૧૭ દરમિયાન ૭૮,૦૦૦ ચો.મી વિસ્તારમાં યોજાનાર આ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરમાં ૨,૫૦૦ જેટલાં ઈન્ટરનેશનલ બાયર્સ, ૧૫,૦૦૦ ડોમેસ્ટિક વિઝીટર્સ અને ૧,૦૦૦થી વધુ ઈન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક એક્ઝિબિટર્સ ભાગ લેશે.
modi in gandhinagar

ત્રિદિવસીય મેગાટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરમાં ૨૨ રાઉન્ડ ટેબલ અને ૬ કોન્ફરન્સ યોજાશે વિવિધ ૧૩ એક્ઝિબિશન હોલ-થીમ પેવેલિયનમાં અલગ-અલગ દેશના કન્ટ્રી સેશન અને સ્ટેટ સેશનની સાથે B2B, B2G અને G2G પણ યોજાશે. આ ટ્રેડ ફેરમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટક, ઝારખંડ અને તેલંગણા રાજ્યોના વિવિધ થીમ પેવેલિયન-સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે. આ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેર દરમિયાન યોજાનાર વિવિધ સેશનમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ટેક્ષટાઈલ્સ જગતના ઉદ્યોગપતિઓ-તજજ્ઞો પોતાના ચાવીરૂપ વકતવ્યો આપશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ફરવા હોટલ અને ટેલિફોન જેવી સર્વિસ પર GSTનું અસર

ફરવા હોટલ અને ટેલિફોન જેવી સર્વિસ પર GSTનું અસર

news

#GST નું Fashion પર શું અસર?

#GST નું Fashion પર શું અસર?

news

#GST ઘરેલૂ આઈટમ પર GSTનું અસર List

ઘરેલૂ આઈટમ પર GSTનું અસર

news

મોદીએ ગાંધીનગરમાં ટેક્સટાઇલ ઇન્ડિયા 2017નું ઉદ્ઘાટન કર્યું

ગાંધીનગરમાં યોજાઇ રહેલા ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 કાર્યક્રમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 78 ...

Widgets Magazine