ગુજરાતના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ હાઇ એલર્ટ : નર્મદા ડેમની જળ સપાટી ૧૧૫.૦૨ મીટર

મંગળવાર, 4 જુલાઈ 2017 (10:17 IST)

Widgets Magazine
Narmada Dam

 
રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૩/૦૭/૨૦૧૭ના રોજ સવારે ૮-૦૦ કલાકની સ્થિતિએ વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૦૪ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં ૪૯૮૬.૩૭ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૫.૦૨ મીટરની સપાટીએ પહોંચ્યો છે. વધુમાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, મોરબી જિલ્લાના ડેમી-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ કુલ-૦૪ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, મોરબી જિલ્લાના મચ્છ-ર અને ડેમી-ર એમ મળી કુલ ૦૪ને એલર્ટ તેમજ મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ જળાશય માટે ચેતવણી આપવામાં આવી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી ૨૦૩ જળાશયો નર્મદા ડેમ જળ સપાટી ૧૧૫.૦૨ મીટર . ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વેપારીઓ પર થયેલા લાઠીચાર્જમાં ભાજપની તાનાશાહી જવાબદાર - હાર્દિક પટેલ

ગુજરાતમાં અનામત આંદોલન ચલાવી રહેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે સુરતમાં GSTનો વિરોધ કરી ...

news

દીવમાં ભાજપના સૂપડા સાફ, ભાજપના મહિલા મોર્ચાના પ્રમુખનો આક્ષેપ, કોંગ્રેસે ઈવીએમ મશીનમાં ગોટાળા કર્યાં

ગુજરાતના કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવમાં સોમવારે જાહેર થયેલા નગર પાલિકાની ...

news

લ્યો બોલો! કાપડ તો ઠીક હવે પતંગના વેપારીઓ રીવરફ્રન્ટ પર GST નો વિરોધ કરશે

કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા GST નો કાયદો અમલી કરીને ભારે વિરોધને થામ્યો છે ત્યારે દેશ ...

news

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા હાર્દિક પટેલે ગોંડલમાં સંમેલન બોલાવ્યું

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોએ પોતાનાં દેવાં માફ કરાવવા બાંયો ચડાવી છે. ઓબીસી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine