ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 જુલાઈ 2017 (18:02 IST)

ગુજરાતીઓમાં હવે અમેરિકાને બદલે કેનેડાની વધી રહેલી પસંદગી

અમેરિકા બાદ હવે ગુજરાતીઓ કેનેડા જવાનું સૌથી વધુ પસંદ કરવા લાગ્યા છે અને એટલા માટે જ કેનેડા ગુજરાતીઓ માટે વસવાટ કરવાનું અને રોકાણ કરવાનું ફેવરિટ ડેસ્ટીનેશન બન્યુ છે. સરળતાથી પીઆર મળવાના કારણે હવે ગુજરાતીઓ અમેરિકાના બદલે કેનેડા તરફ આર્કષાયા છે. એક તરફ ટ્રમ્પના શાસનમાં અમેરિકી વિઝા, ઈન્વેસ્ટમેન્ટ અને ઇમિગ્રેશન નિયમો વધુને વધુ  કડક બનતા જાય છે તો તેની સામે કેનેડિયન ઈન્વેસ્ટમેન્ટ દ્વારા કેનેડામાં હવે સ્થાયી થવું વધુ સરળ બન્યું છે. કેનેડિયેન ઈન્વેસ્ટમેન્ટ પ્લાનથી ઈમિગ્રેન્ટ થઈને ગયેલા કુંટુબને સીધો ફાયદો થાય છે. જેમાં 22 વર્ષથી નીચેના બાળકોને ત્યાંની શાળા કે કોલેજમાં વિના મૂલ્યે પ્રવેશ મળે છે. આ પ્લાનથી કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયને કેનેડિયન નાગરિક જેટલા જ હક્કો પ્રાપ્ત થાય છે. કેનેડિયન ઈવેન્સ્ટમેન્ટ પ્લાનનો એ પણ ફાયદો છે કે તેમાં રોકેલા 8 લાખ કેનેડિયન ડોલર પૈકી 2.40 લાખ કેનેડિયન ડોલર બેંક વ્યાજ તરીકે ધિરાણ આપે છે. આ પ્રોગામ દ્વારા આવનારને મેડિકલ બેનિફિટ પણ મળી રહે છે. કેનેડિયન ઈવેસ્ટમેન્ટ પ્લાન થકી હવે કોઈ પણ વ્યક્તિ સરળતાથી કેનેડા જઈને વસવાટ અને બિઝનેસ કરી શકશે. ખાસ કરીને હવે ગુજરાતીઓ પોતાનું નસીબ અજમાવીને કેનેડામાં પણ પોતાનો સિક્કો જમાવી શકશે.