અમદાવાદના રિક્ષા ડ્રાઇવરનો પુત્ર CSની પરીક્ષામાં દેશમાં ટોપ સ્થાને

ગુરુવાર, 6 જુલાઈ 2017 (12:09 IST)

Widgets Magazine
CS toper


 કંપની સેક્રેટરી કોર્સનું કમ્પ્યૂટર બેઝ ફાઉન્ડેશન કોર્સનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ફાઉન્ડેશન કોર્સનું સેન્ટરનું 64.62 ટકા પરિણામ આવ્યું છે. જે ડિસેમ્બર-2016ના 49.73 ટકા કરતાં 15.25 ટકા વધુ છે. રાષ્ટ્રીયકક્ષાએ ટોપ-25માં ગુજરાતના 17 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદનો વિદ્યાર્થી મુસ્તુફા સિબાત્રા આવ્યો છે. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા મુસ્તુફા સિબત્રાએ આખા ભારતમાં પહેલો ક્રમાંક મેળવ્યો છે.

મુસ્તુફાએ 400માંથી 363 માર્ક્સ મેળવ્યા છે. મુસ્તફા અત્યારે સહજાનંદ કોલેજમાં બીકોમના સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. તેના પિતા મુફઝ્ઝલભાઈ વર્ષોથી સ્કૂલ વૅન ચલાવે છે. મુસ્તફાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મેં કયારેય નહોતુ વિચાર્યું કે હું આખા ભારતમાં ટૉપ કરીશ. CSની પરીક્ષાનો પહેલો સ્ટેજ ક્લીઅર કરવા માટે મેં ઘણી મહેનત કરી હતી કારણકે મારે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરવું છે. હું જ્યારે પણ કંઈક અચીવ કરીશ, સૌથી પહેલા મારા પપ્પાનું ડ્રાઈવિંગ છોડાવીશ અને તેમને લાઈફ એન્જોય કરવાની તક આપીશ. આ સિવાય અમદાવાદના સીટીએમ વિસ્તારમાં ભાડાંના મકાનમાં રહેતા આકાશ પટેલે પણ આખા દેશમાં 16મો ક્રમાંક મેળવ્યો છે. તેના પિતા નરેશ ભાઈ ઓટોરિક્ષા ડ્રાઈવર છે. જૂન માસમાં કમ્પ્યુટર બેઝ ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા લેવાઈ હતી. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 294 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તે પૈકી 190 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયાં છે. 190માંથી 3 વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર બેઝ ફાઉન્ડેશન પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર સેન્ટરમાંથી પાસ કરી હતી. અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ 64.62 ટકા આવ્યું છે. તેમજ કુલ રાષ્ટ્રીય કક્ષાએ ટોપ-25માં અમદાવાદ સેન્ટરના 17 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ વર્ષે અમદાવાદના મુસ્તુફા નામનો વિદ્યાર્થીએ રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ રેન્ક મેળવી બાજી મારી છે. આ વિદ્યાર્થીના પિતા સ્કૂલમાં વેન ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. જ્યારે ત્રીજી રેન્ક પર પણ અમદાવાદ સેન્ટરની મિશા આશિષ કોઠારી રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમરેલીમાં દલિત સમાજનાં 200 પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

અમરેલી જીલ્લામાં થોડા સમયથી દલિતો સાથે થઇ રહેલા અન્યાય સામે દલિત સમાજ દ્વારા અનેક આંદોલનો ...

news

ગુજરાતીઓમાં હવે અમેરિકાને બદલે કેનેડાની વધી રહેલી પસંદગી

અમેરિકા બાદ હવે ગુજરાતીઓ કેનેડા જવાનું સૌથી વધુ પસંદ કરવા લાગ્યા છે અને એટલા માટે જ ...

news

શાંઘાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ર૦૧૯ સુધીમાં હાલોલમાં રૂ. ર૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરશે- ૧૦૦૦ યુવાઓને રોજગાર મળશે-

ગુજરાતના હાલોલમાં ચીનની પેસેન્જરકાર કોમર્શીયલ વાહનોનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની શાંધાઇ ...

news

મોદી ફરીવાર ગુજરાતમાં પધારશે, દેશભરના સાધુ સંતોની હાજરીમાં મોદી નર્મદા મૈયાની આરતી ઉતારશે

નર્મદા ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી મળ્યા બાદ હવે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ...

Widgets Magazine