ગુજરાતમાં અમિત શાહનો આગામી ત્રણ દિવસનો કાર્યક્રમ રદ થતાં અટકળો શરૂ

શનિવાર, 8 જુલાઈ 2017 (14:43 IST)

Widgets Magazine
amit shah


આગામી 9થી 11 સુધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવનારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો બે દિવસનો કાર્યક્રમ એકા એક રદ થયો છે. તેઓ માત્ર 11મીએ રાષ્ટ્રપતિના ઉમેદવાર રામનાથ કોવિંદ સાથે ગુજરાત આવશે અને ગાંધીનગરમાં ધારાસભ્યો, સંસદસભ્યો સાથે બેઠક કરી પેજ પ્રમુખોના સંમેલનમાં હાજરી આપી રવાના થશે.  ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખાસ પત્રકાર પરિષદ યોજીને અમિત શાહના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની માહિતી આપી રહ્યાં હતાં.

ત્યારે અચાનક ફોન આવતાં વાઘાણીએ જાહેરાત કરી હતી કે, અમિત શાહનો 9 અને 10નો કાર્યક્રમ રદ કરવામાં આવે છે અને માત્ર 11મીએ તેઓ સવારે ગુજરાત આવશે. સાંજે તેઓ સહકાર સંમેલનમાં હાજરી આપશે. તે પછી સ્વર્ણિમ સંકુલ ખાતે એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર રામથાન કોવિંદ સાથે સાંસદો અને ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને ગાંધીનગરમાં પેજ પ્રમુખોના સંમેલનમાં હાજરી આપશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં કાપડના વેપારીઓની જંગી રેલી,કાળી પટ્ટીઓ બાંધી GSTનો વિરોધ કર્યો

ગત સપ્તાહે સુરતમાં GSTનો વિરોધ કરી રહેલા કાપડના વેપારીઓ પર પોલીસ દમન થયું હોવાને લીધે હવે ...

news

ઉત્તર ગુજરાતના આ ગામમાં દારૂબંધી મુદ્દે કડકાઈ ભર્યું વલણ, દારૂ પીને ઘૂસ્યા તો દંડની જોગવાઈ

ગાંધી ના ગુજરાતમાં દારૂબંધી ખરેખર હાસ્યાસ્પદ ઘટના છે. સરકાર ગમે તેટલા કાયદા તૈયાર કરે તોય ...

news

Kutch News - ડિઝિટલ સરવેની કામગીરી આરંભાતા આઝાદી બાદ અગરિયા પહેલીવાર રેકોર્ડ પર આવશે

કચ્છ ગુજરાતનો એક એવો વિસ્તાર છે જ્યાં રાત્રીનું વાતાવરણ ચંદ્રની શીતળ ચાંદની અને અજવાળાથી ...

news

ગુજરાતમાં 150 સીટો જીતીને પીએમને ભેટ આપીશું - અમીત શાહ

ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓના પેજ પ્રમુખોના સંમેલનમાં ઊમટેલા દોઢ લાખથી વધુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine