કનૈયાની તરફદારી કરતા જિજ્ઞેશને દલિતો ઓળખી લે: કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર

ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:26 IST)

Widgets Magazine
jignesh mevani


ગાંધીનગર દલિતો પર થયેલા અત્યાચાર અંતર્ગત ઉનાકાંડની વરસી નિમિત્તે મહેસાણાથી આઝાદી યાત્રાનું આયોજન કરનારા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક જિજ્ઞેશ મેવાણીની કેબિનેટ મંત્રી આત્મારામ પરમારે આકરી ટીકા કરતા કહ્યું કે, પાકિસ્તાની ત્રાસવાદીઓની તરફદારી કરનારા કનૈયાકુમારને ગુજરાતમાં લઈને ફરતા જિજ્ઞેશ મેવાણીને ગુજરાતની પ્રજા તેમજ દલિતોએ ઓળખી લેવાની જરૂર છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું કે, મેવાણીએ અમરનાથ યાત્રાના શહીદોનું-રાષ્ટ્રનું તેમજ ગુજરાતનું અપમાન કર્યું છે. તે બદલ મેવાણીએ માફી માંગવી જોઈએ. કારણકે જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયાકુમારે ત્રાસવાદીઓ અને રાષ્ટ્રવિરોધી તત્વોની તરફદારી કરી છે. તેણે અફઝલ ગુરુને શ્રદ્ધાંજલિ આપતા નારાઓ લગાવ્યા હતા. આવા વ્યક્તિને દલિત સંમેલનના નામે ગુજરાતમાં બોલાવીને મેવાણીએ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું અપમાન કરવાની વરવી રાજનીતિ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસના હાથા બનીને, દલિતોના ખભે બંદૂક મૂકીને ફોડવાની ગંદી રાજનીતિ કરનારા કનૈયાકુમાર અને મેવાણીને દલિતો જાકારો આપશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સરકારથી થાય તે કરી લે આઝાદી કૂચ કરીને રહીશું - જિજ્ઞેશ મેવાણી

ગુજરાતમાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે ઉનાકાંડની વરસીએ બુધવારે મહેસાણામાં રાષ્ટ્રીય ...

news

Nagpur News - બીફના શકમાં લોકો ખુલ્લેઆમ મારતા રહ્યા, લોકો બનાવતા રહા Video

મહારાષ્ટ્રના નાગપુરમાં બીફ લઈ જવાના આરોપમાં એક વ્યક્તિને સાર્વજનિક રૂપે માર મારવામાં ...

news

આતંકવાદીઓ ભલે હુમલા કરતા રહે... મારા પતિ તો અમરનાથ જશે જ - ડ્રાઈવર સલીમની પત્ની

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ મુસાફરોની બસ પર થયેલ આતંકી હુમલામાં એકબાજુ 7 શ્રદ્ધાળુઓના મોત થઈ ...

news

#Amarnath યાત્રાએ ગયેલી ઓમ ટ્રાવેલ્સની બસ આખરે કોણ ચલાવી રહ્યું હતું? સવાલો ઉઠવા માંડ્યાં

ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલી બસ પર સોમવારે રાતે હુમલો થયો ત્યારે બસના ડ્રાઇવરની હિંમતને ...

Widgets Magazine