ગુજરાતમાં સરકારના ઈશારે આઈબી સક્રિય, સોશિયલ મીડિયા પર વોચ ગોઠવાઈ

ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:30 IST)

Widgets Magazine


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે ૧૫૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.  આ મિશન ફળશે કે પછી ભાજપનો ગુબ્બારો ફુટશે તે અંગે ખુદ ભાજપ પક્ષ અને સરકાર બંન્ને દ્વિધામાં છે. આ કારણોસર સરકારના ઇશારે આઇબી કામે લાગ્યું છે અને ભાજપ વિરૃધ્ધ રાજ્યભરમાં શું ચાલી રહ્યું છે તેની  માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સૂત્રોના મતે , આઇબીએ સોશિયલ મિડિયા પર વૉચ ગોઠવી છે જેમાં ફેસબુક, ટ્વિટર સહિત સોશિયલ મિડિયામાં કોણ ભાજપ સરકાર વિરૃધ્ધ પોસ્ટ કરે છે , કઇ પોસ્ટને કેટલી લાઇક મળે છે , સરકાર વિરૃધ્ધ કોણે વિડીયો પોસ્ટ કરી છે , કઇ વિડીયો-પોસ્ટને લોકોનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે , સોશિયલ મિડિયા થકી કોણ અભિયાન ચલાવી રહ્યું છે તે તમામ મુદ્દે નજર રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત ભાજપને હાલમાં કયા કયા પરિબળો નડી શકે છે તે મામલે ખાનગીમાં માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તે જોતાં કેટલાંક સ્વૈચ્છિક સંગઠનો પર પર આઇબીની નજર રહી છે. પાટીદારો, ખેડૂતો , દલિતો સરકારને ચૂંટણીમાં કેટલા અંશે નડી શકે છે તે મામલે રજેરજની માહિતી એકત્ર કરી સરકારને મોકલવામાં આવી રહી છે.આ ઉપરાંત કયા કયા વિસ્તારમાં કઇ કઇ સમસ્યાને લીધે પ્રજામાં સરકાર વિરોધી રોષ છે તે મુદ્દે પણ આઇબી વિગતો પ્રાપ્ત કરી રહી છે. ખાસ કરીને કોંગ્રેસના નેતાઓની રાજકીય હિલચાલ પર નજર રાખવામાં આવી છે. આમ, સરકારના ઇશારે આઇબી સક્રિય બન્યુ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતમાં સરકાર આઈબી સક્રિય સોશિયલ મીડિયા ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કનૈયાની તરફદારી કરતા જિજ્ઞેશને દલિતો ઓળખી લે: કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર

ગાંધીનગર દલિતો પર થયેલા અત્યાચાર અંતર્ગત ઉનાકાંડની વરસી નિમિત્તે મહેસાણાથી આઝાદી ...

news

સરકારથી થાય તે કરી લે આઝાદી કૂચ કરીને રહીશું - જિજ્ઞેશ મેવાણી

ગુજરાતમાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે ઉનાકાંડની વરસીએ બુધવારે મહેસાણામાં રાષ્ટ્રીય ...

news

Nagpur News - બીફના શકમાં લોકો ખુલ્લેઆમ મારતા રહ્યા, લોકો બનાવતા રહા Video

મહારાષ્ટ્રના નાગપુરમાં બીફ લઈ જવાના આરોપમાં એક વ્યક્તિને સાર્વજનિક રૂપે માર મારવામાં ...

news

આતંકવાદીઓ ભલે હુમલા કરતા રહે... મારા પતિ તો અમરનાથ જશે જ - ડ્રાઈવર સલીમની પત્ની

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ મુસાફરોની બસ પર થયેલ આતંકી હુમલામાં એકબાજુ 7 શ્રદ્ધાળુઓના મોત થઈ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine