કોંગ્રેસે ચૂંટણી ઢઢેરાની તૈયારી કરી, જીલ્લાથી માંડીને રાજ્યકક્ષાની સમસ્યાઓની માહિતી એકત્ર કરાઇ

ગુરુવાર, 13 જુલાઈ 2017 (13:07 IST)

Widgets Magazine
congress


 વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે બેઠકોના દોરના ધમધમાટ વચ્ચે હવે ચૂંટણી ઢંઢેરાની તૈયારીઓ શરૃ કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરામાં શેનો સમાવેશ કરવો તે મુદદે સ્થાનિક આગેવાનોથી માંડીને દાવેદારો, પ્રદેશના નેતાઓ પાસે માહિતી મંગાવાઇ છે. આ વખતે કોંગ્રેસે સ્થાનિક-રાજ્યકક્ષાએ એમ બે અલગ અલગ ચૂંટણી ઢંઢેરા બહાર પાડવા નક્કી કર્યું છે. સૂત્રોના મતે, ભાજપના શાસનમાં કયા મુદ્દા ,કઇ સમસ્યાથી પ્રજા પિડીત છે

તેનો અભ્યાસ કોંગ્રેસે શરૃ કર્યો છે. કોંગ્રેસે કઇ કઇ સમસ્યા ઉકેલવાનુ આશ્વાસન આપવામાં આવે તો પ્રજા મત આપી શકે તે મામલે વિચાર વિમર્શ શરૃ કરાયો છે. કોંગ્રેસે લોકસભા મત વિસ્તારાના નિરીક્ષકો, પ્રદેશના નેતાઓ ,ટિકિટના દાવેદારો, જિલ્લાના આગેવાનોને તેમના વિસ્તારની મુખ્ય સમસ્યાઓ વિશે માહિતી એકત્ર કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કયા કયા વચનો પાળ્યા નથી તે મામલે પણ જાણકારી એકત્ર કરવામાં આવી છે. ગત વખતે કોંગ્રેસે ઘરનુ ઘર આપવાનુ વચન કર્યુ હતું જે પ્રજાએ સ્વિકાર્યુ હતુ. જે પાછળથી ભાજપે અપનાવી હાઉસીંગ સ્કિમ બનાવવી અમલમાં મૂકવી પડી હતી. આ વખતે પણ મતદારોને આકર્ષિત કરે તેવી સ્કિમની શોધમાં છે. ખાસ કરીને કોંગ્રેસ બેરોજગારોને બેકારી ભથ્થુ આપવાના મામલે યુવા મતદારોને આકર્ષિત કરવા મથામણ કરશે તેવુ લાગે છે. કોંગ્રેસે સ્થાનિક મુદદા અને રાજ્યકક્ષાની સમસ્યા એમ અલગ અલગ તારવીને બે ચૂંટણી ઢંઢેરા જાહેર કરે તેવી રણનિતી ઘડાઇ છે. કોંગ્રેસે ૩૦મી જુલાઇ પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ ચૂંટણી ઢંઢેરાના મુદદાઓ,જાણકારી, સમસ્યા સહિતની વિગતો મોકલવા આગેવાનોને જણાવી દેવાયું છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં બિલ્ડરોની છેતરામણી અંગેરીયલ એસ્ટેટ રેગ્યુલેશનનો કાયદો ચૂસ્ત રીતે લાગુ પાડવા રિટ

બિલ્ડરો લોકોને છેતરે નહીં તે માટે રાજ્યભરમાં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટનો ચૂસ્ત રીતે અમલ ...

news

ગુજરાતમાં સરકારના ઈશારે આઈબી સક્રિય, સોશિયલ મીડિયા પર વોચ ગોઠવાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે ૧૫૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ મિશન ...

news

કનૈયાની તરફદારી કરતા જિજ્ઞેશને દલિતો ઓળખી લે: કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર

ગાંધીનગર દલિતો પર થયેલા અત્યાચાર અંતર્ગત ઉનાકાંડની વરસી નિમિત્તે મહેસાણાથી આઝાદી ...

news

સરકારથી થાય તે કરી લે આઝાદી કૂચ કરીને રહીશું - જિજ્ઞેશ મેવાણી

ગુજરાતમાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે ઉનાકાંડની વરસીએ બુધવારે મહેસાણામાં રાષ્ટ્રીય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine