ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ સામે માત્ર 53 ટકા વાવણી થઈ, કપાસ- મગફળીનું વિક્રમી વાવેતર

શુક્રવાર, 14 જુલાઈ 2017 (12:20 IST)

Widgets Magazine
farmar


રાજ્યમાં આ વખતે વહેલો અને સારો પ્રારંભિક વસાદ વરસતા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના વાવેતરમાં વિક્રમી વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૫૦ ટકાથી વધુ વાવેતર થઇ ચૂક્યું છે. કપાસ મગફળી અને બાજરી તથા ધાન્ય અને તલ જેવા વાવેતર થયા છે. જોકે બિનપિયત એરંડાનું પણ સારા પ્રમાણમાં વાવેતર થયું છે પરંતુ હવે મોટાભાગના વિસ્તારોમાં સિંચાઇની સુવિધા ઊભી થતા આ વખતે પણ પિયત એરંડાનું વાવેતર પણ વિક્રમી રીતે વધશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં તેના કુલ ખરીફ સિઝનનું ૫૦ ટકાથી વધુ વાવેતર કરાયું છે. એમાં પણ ખાસ કરીને મગફળી જેવા મુખ્ય પાકમાં તો ૯૩ ટકા અને કપાસમાં ૭૩ ટકા વાવેતર થયું છે. એવી જ રીતે અન્ય તેલિબિયાંમાં ૬૧ ટકા, કઠોળમાં ૪૫ અને ધાન્ય પાકોમાં ૩૩ ટકા વાવેતર કરાયું છે. ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ કુલ ૮૧૦ મીલીમીટર અર્થાત્ ૩૧ ઈંચથી વધુ વરસાદ પડે છે. એ પૈકી અત્યાર સુધીમાં ૨૨૪ મીલીમીટર એટલે કે, ૯ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. જે ચોમાસાની સિઝનના કુલ વરસાદના ૨૮ ટકા જેટલો છે એનું પરિણામ એ આવ્યું છે કે, ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ કુલ ૮૫,૭૬૦૦૦ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. ગત ૨૦૧૬ના ૧૦મી, જુલાઈ સુધીમાં ૩૨ લાખ હેક્ટર વાવેતર થયું હતું. જ્યારે આ વખતે ૧૦મી, જુલાઈ ૨૦૧૭ સુધીમાં ૪૫.૭૪ લાખ હેક્ટર જમીનમાં વાવેતર પૂરું થયું છે એટલે કે સિઝનમાં થતાં કુલ વાવેતર-વિસ્તાર પૈકાની ૫૩.૩૩ ટકા વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે, દેશ આખામાં ગુજરાતનું મોટું યોગદાન મગફળી અને કપાસના પાકમાં રહે છે. રાજ્યમાં કુલ ૧૩.૮૭ લાખ હેક્ટરમાં મગફળી અને ૨૭.૨૫ લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થાય છે. આ વખતે અત્યાર સુધીમાં ૧૨.૮૭ લાખ હેક્ટરમાં અર્થાત્ ૯૩ ટકા વિસ્તારમાં મગફળી અને ૧.૯૦ લાખ હેક્ટર એટલે કે ૭૩ ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું છે. રાજ્યમાં ધાન્ય પાકોનું વાવેતર સરેરાશ કુલ ૧૩.૩૩ લાખ હેક્ટરમાં થાય છે. તેમાંથી અત્યાર સુધીમાં ૪.૪૧ ટકા એટલે કે ૩૩.૧૧ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. એવી જ રીતે કઠોળનું વાવેતર કુલ સરેરાશ ૫.૨૧ લાખ હેક્ટરમાં થાય છે. તેમાંથી અત્યારે ૨.૩૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેલિબિયાંનું વાવેતર કુલ સરેરાશ ૨૩.૩૫ લાખ હેક્ટરમાં કરાય છે. એમાંથી અત્યાર સુધીમાં ૧૪.૨૮ ટકા હેક્ટર જમીનમાં વાવેતર થયું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત નોંધપાત્ર વરસાદ 53 ટકા વાવણી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર કપાસ- મગફળી Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Saurashtra News - હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તણાવ ભરી સ્થિતી

હળવદમાં ગામમાં જૂથ અથડામણ થવાના કારણે અનેક લોકો ઈજા પામ્યા છે અને 2 લોકોના મોત થયા છે. ...

news

UP વિધાનસભા સુરક્ષામાં મોટી ચૂક, નેતા વિપક્ષની ખુરશી નીચેથી મળ્યુ High Grade PETN વિસ્ફોટક

ઉલ્લેખનીય છે કે PETN નામનુ આ પાવડર હાઈ ઈંટેસિટી એક્સપ્લોસિવ છે જે 12 જુલાઈની સાંજે જે ...

news

ઈશરત એન્કાઉન્ટર અંગે તરૂણ બારોટે કરેલી અરજી સીબીઆઈ કોર્ટે ગ્રાહ્ય રાખી

ગુજરાતમાં બહુ ચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ દ્વારા મહત્વની માહિતી છુપાવી રહી ...

news

Indira Most Powerful PM - ફિરોઝ સાથે લગ્ન છતા પંડિત નેહરુના સેક્રેટરી સાથે ઈંદિરા ગાંધીનું અફેયર હતુ !

દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના જીવન સાથે જોડાયેલા કેટલાક રહસ્યોનો ખુલાસો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine