ગુજરાતમાં મુખ્યપ્રધાન અને ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કર્યું

સોમવાર, 17 જુલાઈ 2017 (12:53 IST)

Widgets Magazine

news of gujarat

આજે દેશમાં યોજાઈ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં પણ મતદાન યોજાઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મતદાન મથક બનાવાયું છે.ગુજરાતના તમામ 26 સાંસદો સહિત રાજ્યસભાના 11 સભ્યોએ દિલ્હીમાં જઈને મતદાન કર્યું હતું. જ્યારે ગુજરાતમાં વિધાનસભાના સ્વર્ણિંમ સંકુલ ખાતે મુખ્યપ્રધાન તથા ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યું હતું. ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સંસદસભ્યના મતનું મૂલ્ય 708 છે, જ્યારે ગુજરાતના એક ધારાસભ્યનું મૂલ્ય 147 છે. જે 1971ની વસ્તી ગણતરી એટલે કે 46 વર્ષ પહેલાંથી ચાલી આવતું આ મૂલ્ય છે. ખાસ કરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાન માટે એક ખાસ માર્કર પેનનો ઉપયોગ કરાશે. આ પેનથી જ મતદાન કરવાનું રહેશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત વિધાનસભાને બદલે સ્વર્ણિમ સંકુલ 2માં રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, કેમ કે, વિધાનસભાનું રિનોવેશન ચાલતું હોવાથી મતદાન મથક ત્યાં બની શકે તેમ નથી. આ ચૂંટણીમાં ધારાસભ્યો માટે ગુલાબી રંગનું બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે સાંસદો અને રાજ્યસભાના સભ્યો માટે ગ્રે કલરનું બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી મતદાન થયા બાદ મતપેટીઓ દિલ્હી મોકલવામાં આવશે. જ્યાં મતગણતરી થયા બાદ પરિણામ જાહેર કરાશે. 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ભારે વરસાદથી કુલ 9નાં મોત, બે હજારથી વધુ લોકોનું સ્થળાંતર

અબડાસામાં શનિવારે સવા સાત ઈંચ બાદ આખી રાત મુશળધાર વરસાદથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ સહિત 24 ...

news

AMARNATH યાત્રાળુઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 17ના મોત 25 ઘાયલ રાહતકાર્ય ચાલુ (VIDEO)

જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓને લઈને જઈ રહેલી બસ અકસ્માતગ્રસ્ત થઈ થઈ છે. બસ ...

news

Presidential Election - 14માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ, PM નરેન્દ્ર મોદીએ કર્યુ મતદાન

ભારતના 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 17 જુલાઈ સોમવારના રોજ નવી દિલ્હીમાં સંસદ ભવન અને ...

news

અમરનાથ યાત્રામાં ઘાયલની સંખ્યા વધીને 8 થઈ, વધુ એક ગુજરાતી મહિલાનું મોત

શ્રીનગરથી કટરા જતી વલસાડના 58 યાત્રાળુઓની બસ પર અનંતનાગ પાસે હુમલો થયો હતો. આ આતંકી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine