કોના કારણે કોના વાંકે શહિદોના ૩.૧૮ લાખ રૂપિયા પસ્તી બની ગયા ?

મંગળવાર, 18 જુલાઈ 2017 (13:25 IST)

Widgets Magazine
mo0ney

ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવેલ શહીદ જવાનો માટેના ફંડની ૩૦૦૦ જેટલી દાન પેટીઓમાં ૧૭.૭૦ લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. આમાંથી ૩.૧૮ લાખ રૂપિયા પસ્તી બની ગયા છે.  જાન્યુઆરીમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત અને રાજયમાં ચાલેલા આંદોલનના બંદોબસ્તમાં તેઓ નિશ્ચિત સમય મર્યાદામાં એટલે કે માર્ચ સુધીમાં આ દાનપેટીઓ ખોલી શકયા ન હતા. દર વર્ષે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ આ દાન પેટીમાં જે કંઇ ફંડ એકઠુ કરવામાં આવે છે

તેને નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરવામાં આવે છે. આ ફંડનું ખાતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલીત કરવામાં આવે છે. જયારે અમદાવાદ પોલીસ માર્ચ મહિનામાં એકઠુ થયેલુ રૂ.૧૭.૭૦ લાખનું દાન જમા કરાવવા ગઇ તો રિઝર્વ બેંકે રૂ.૧૪.પર લાખ જ સ્વીકાર્યા હતા અને ૩.૧૮ લાખ રૂપિયા જુની નોટ હોવાના કારણે સ્વીકારવાની ના પાડી દીધી હતી.

ગુજરાત પોલીસે તે પછી સતત રિઝર્વ બેંકને લેખિતમાં રજુઆત કરી હતી કે આ રકમ પણ સ્વીકારી લેવી જોઇએ પરંતુ હજુ સુધી કોઇ પરિણામ આવ્યુ નથી. આ ડોનેશનના નાણાથી દેશના શહીદોના પરિવાર માટે સહાયભૂત થવામાં આવે છે અને આર્મીમેનના કલ્યાણ માટે તે વપરાય છે. ફેબ્રુઆરી મહિનામાં ૩૦૦૦ જેટલી દાન પેટીઓ અમદાવાદ પોલીસ હેડ કવાટરમાં લાવવામાં આવે છે અને રિઝર્વ બેંકમાં આ રકમ જમા કરાવતા પહેલા સીસીટીવી કેમેરા હેઠળ આ રકમની ગણતરી કરવામાં આવે છે.  પોલીસ હેડ કવાટરના સત્તાવાળાઓએ માર્ચના અંતે રિઝર્વ બેંકને પત્ર લખી જુની નોટ એકસચેન્જ કરી દેવા રજુઆત કરી હતી પરંતુ રિઝર્વ બેંકે તે લેવાનો ઇન્કાર કર્યો હતો. રિઝર્વ બેંક અત્યારે માત્ર એનઆરઆઇ લોકોની જ નોટો એકસચેન્જ કરી રહી છે. પોલીસ તંત્ર હવે આ મામલે રિઝર્વ બેંકના ગર્વનરને દરમિયાનગીરી કરવા જણાવશે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શહિદોના ૩.૧૮ લાખ રૂપિયા પસ્તી બની ગયા ગુજરાત પોલીસ દાનપેટી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Metro Rail Project શરૂ થયા બાદ અમદાવાદમાં બનશે ચાર ચાર સ્કાય વોક

આશ્રમ રોડ પર મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ થયા બાદ આ રોડ પર સ્કાય વૉક કરતા લોકો જોવા મળશે. ...

news

Rain in Navsari Photo- ગુજરાતમાં ફરી વરસાદની તોફાની બેટિંગ. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારો ધમરોળ્યા

હવામાન વિભાગે 17 જૂલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં સોમવારે રાતથી ...

news

Vice President બનવા જઈ રહેલા વેંકૈયા નાયડુ જાણો કેમ મોદીની વિશેષ પસંદગી છે

ભાજપા ઉપરાષ્ટ્રપતિ પદ માટે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુના નામ પર અંતિમ મોહર લાગી ગઈ છે ...

news

કચ્છના રણમાં પહેલા સરસ્વતી નદી વહેતી હોવાના સંશોધનને આંતરરાષ્ટ્રીય જર્નલમાં સ્થાન મળ્યું

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના જીઓલોજી ડિપાર્ટમેન્ટના બે પ્રોફેસરોએ સરસ્વતી નદી પર ભારે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine