શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2017 (15:39 IST)

રીયલ લાઈફમાં લતીફનું એન્કાઉન્ટર કરનાર ડીવાયએસપી તરૂણ બારોટ હવે ‘રઇસ’ શાહરૂખની સામે

રઇસ’ ફિલ્મના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી જઇ રહેલાં શાહરૂખખાનને જોવા વડોદરા રેલવે સ્ટેશન પર  ઉભરાયેલી ભીડમાં એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. શાહરૂખ ખાને કયારેય વિચાર પણ નહીં કર્યો હોય કે ડૉન લતીફનું જેમણે એન્કાઉન્ટર કર્યું હતું કે તરૂણ બારોટ જ હાલ વડોદરા રેલવે પોલીસમાં ડીવાયએસપી છે અને શાહરૂખની સામે કેસની તપાસ પણ તેમણે જ કરી છે.

રેલવે સ્ટેશન પર એક વ્યક્તિના મોત બદલ શાહરૂખ ખાન સામે વડોદરા રેલવે પોલીસે બેદરકારીનો ગુનો નોંધ્યો છે. આ કેસની 27મી જુલાઇના રોજ વડોદરા રેલવે કોર્ટમાં મુદત પડે ત્યારે રૂબરૂમાં હાજર રહેવા શાહરૂખને વડોદરા રેલવે પોલીસે સમન્સ બજાવી દીધા છે. રઈસમાં લતીફનો રોલ કરનાર શાહરુખનો સામનો 27મીએ વડોદરા કોર્ટમાં લતીફને ખરેખર એન્કાઉન્ટરમાં ઠાર મારનાર પોલીસ અધિકારી તરુણ બારોટ સામે થશે. વડોદરા રેલ્વે સ્ટેશન પર પોતાની એક ઝલક જોવા માટે પડાપડીમાં એક વ્યક્તિના થયેલા મૃત્યુના મામલાની તપાસમાં શાહરૂખખાને પોતાની સામે થયેલી ફરિયાદને રદ કરવા હાઇકોર્ટમાં પિટિશન કરી છે. જે કેસની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.