શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 21 જુલાઈ 2017 (12:39 IST)

સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર અહેમદ પટેલ અને શંકરસિંહ વચ્ચેના યુદ્ધથી બે ભાગ પડવાની શક્યતાઓ

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા  શંકરસિંહ વાઘેલાએ  પોતાના જ પક્ષ કોંગ્રેસ સામે બળવો પોકાર્યો છે ત્યારે મૂળ કોંગ્રેસીઓએ બાપુ સામે તલવાર ખેંચવાની તૈયારીઓ કરી છે. ગુજરાતમાં હવે અહેમદ પટેલ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે રાજકીય જંગ જામશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે  ચૂંટણી ટાણે જ શંકરસિંહ વાઘેલાએ  કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે  બાંયો ચડાવી  છે જેના પગલે કોંગ્રેસમાં બે ભાગલા પડે તેવી શક્યતા છે.

કોંગ્રેસના કેટલાક કાર્યકર સુત્રોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે શંકરસિંહ ખાસ કરીને અહેમદ પટેલથી  નારાજ છે કેમ કે,તેમનુ માનવુ છે કે,અહેમદ પટેલના રાજકીય વર્ચસ્વને લીધે જ ગુજરાત કોંગ્રેસમાં તેમનુ ધાર્યુ થાય છે એટલે જ બાપુના સમર્થકોએ તો સોશિયલ મિડિયામાં અહેમદ પટેલ વિરૃધ્ધ કોમેન્ટોનો મારો શરૃ કરી દીધો છે. બીજી તરફ, મૂળ કોંગ્રેસીઓ હવે બાપુને ભાજપની નજરે જોઇને મોરચો માંડવા તૈયારી કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, જો શંકરસિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવે તો કોંગ્રેસને કોઇ રાજકીય નુકશાન નથી.  આગામી દિવસોમાં શંકરસિંહ - અહેમદ પટેલ વચ્ચની રાજકીય લડાઇ છેક રસ્તા-ગલીઓ સુધી પહોંચી શકે છે.