ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો

મંગળવાર, 25 જુલાઈ 2017 (13:40 IST)

Widgets Magazine

sabarmati RF

ગુજરાતમાં સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે તબાહીનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘૂસેલા પાણીને લીધે ધરોઈ અને દાંતિવાડા ડેમમાં નવા નીરની ભરપુર પ્રમાણમાં આવક થઈ છે. જેને પરિણામે સોમવારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદનો રિવરફ્રન્ટ રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

તકેદારીના પગલા રૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરી છે કે જ્યાં સુધી જાણકારી આપવામાં ન આવે ત્યાં સુધી રિવરફ્રન્ટ ન જવા માટે સલાહ આપી છે.સાબરમતી નદીમાં પાણીના પ્રવાહમાં વધારાને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.ભારે વરસાદને કારણે અમદાવાદ તેમજ ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ શિક્ષકોને શાળામાં હાજર રહી લોકોને મદદ માટે કહેવામાં આવ્યું છે.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પુર ગ્રસ્ત બનાસકાંઠાનું પીએમ મોદી આજે સાંજે હવાઈ નિરિક્ષણ કરશે

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. ...

news

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ સપ્તેશ્વર મંદિરના શીવજીને જળાભિષેક, મંદિર નદીના પાણીમાં ગરકાવ

સોમવારે સાબરકાંઠાના ઇડર સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. 36 કલાક દરમિયાન સૌથી વધુ ...

news

માળિયામાં રેલવેના ડબ્બાએ 60 જેટલા લોકોને આશરો આપ્યો

મચ્છુ ડેમના પાણીએ માળિયા વિસ્તારને તહસનહસ કરી નાખ્યું હતું. લોકો સુરક્ષિત આશરા માટે ...

news

મહિસાગર નદીમા પાણીની આવક વધતાં 41 ગામોમાં એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન આણંદ જિલ્લામાંથી પસાર થતી નદીઓ મહીસાગર અને સાબરમતીમાં ...

Widgets Magazine