ગુજરાતમાં સિહોંની સંખ્યામાં વધારો, 80 વર્ષ બાદ સંખ્યા 650 પર પહોંચી

શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (15:59 IST)

Widgets Magazine

 

gir

દુનિયામાં એશિયાટિક સિંહોની વસ્તી ધરાવતા ગીર અભ્યારણ અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં વૃદ્ધી થઈ છે. અમરેલી નજીક લિલિયા-ક્રાકચની સીમમાં પોતાની માતા સાથે ધીંગામસ્તી કરતા સિંહબાળને જોઇને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. તાજેતરના અહેવાલો મુજબ આવા દ્રશ્યો ફક્ત ગીર અભ્યારણ્ય પૂરતા જ સિમિત નથી રહ્યા પરંતુ તેની આસપાસના અન્ય જંગલી વિસ્તારોમાં પણ સિંહો પોતાનો વસવાટ વધારી રહ્યા છે.

તાજેતરમાં વનવિભાગ દ્વારા જુલાઈ મહિનામાં કરવામાં આવેલ આંતરિક ગણતરી મુજબ અભ્યારણ્ય અને તેની આસપાસ અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લામાં સિંહોની સંખ્યા 650 થઈ ગઈ છે. જે અત્યાર સુધીની હાઈએસ્ટ સંખ્યાનો રેકોર્ડ છે. જેમાંથી મોટાભાગના 1-2 વર્ષના સિંહબાળ છે.  બે વર્ષ પહેલા 2015માં સિંહબાળની સંખ્યા 125 જેટલી નોંધાઈ હતી જ્યારે સિંહોની કુલ સંખ્યા 523 નોંધાઈ હતી. હાલ પ્રત્યેક પૂનમના દિવસે સિંહોની વસ્તીગણતરી કરવામાં આવે છે. આ માટે અલગ અલગ સ્થળે લગાવવામાં આવેલ 100 જેટલા સીસીટીવી કેમેરા અને પ્રત્યક્ષ દર્શનની મેથડ અપનાવવામાં આવે છે. અધિકારીઓનું માનીએ તો દર પૂનમના રોજ કરવામાં આવતા કાઉન્ટિંગ અને બીટ ગાર્ડ્સ દ્વારા આપવામાં આવતા આંકડાઓ એકબીજા સાથે મેચ થાય છે.  સિંહોની જાળવણી અને વિકાસ માટે સાયન્ટિફિક વસ્તી ગણતરી પદ્ધતી વિકસાવવાની જરૂર છે.’ તેમણે વધુમાં કહ્યું કે, સિંહબાળની વધતી સંખ્યા જોતા તેમનું રક્ષણ પ્રાથમિક્તા લઈ લે છે અને તે તો જ શક્ય બને છે કે જો વન વિસ્તારોનું રક્ષણ કરવામાં આવે. તેમાં શક્ય તેટલો ઓછો માનવીય હસ્તક્ષેપ રાખવામાં આવે. તેમજ સિંહોની વધતી સંખ્યા માટે પહેલાથી પ્લાન કરી વધુ મોટા વિસ્તારમાં જંગલ ઉપલબ્ધ કરાવવાની જરૂરીયાત છે. વન વિભાગ દ્વારા જમીન સંપાદન કરી આ વિસ્તારોમાં આવતા ગામડાઓની સ્થળાંતરીત કરવાની જરૂર છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાહુલ ગાંધી બનાસકાઠાના ધાનેરામાં પુરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા

બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પૂર આવ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે ...

news

બ્રિટનમાં વસતા 15 લાખ ભારતીયોમાં 8 લાખ ગુજરાતી, લંડનમાં જ 187 મંદિરો

એક સમયે ભારત ઉપર રાજ કરતા અંગ્રેજોના બ્રિટનમાં જ ગુજરાતીઓએ ઘણું કાઠું કાઢ્યું છે. આવા ...

news

તોફાનો થવાની દહેશતથી અમદાવાદમાં યોજાનાર પાટીદાર કાર્યકર્તા સંમેલન રદ્

પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ કરવાના આશયથી કાલે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના ...

news

અમદાવાદની તન્ઝિમ વિરાણી શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવશે

અમદાવાદમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તન્ઝિમ મેરાણી ફરીવાર રાષ્ટ્રભક્તિ માટે તૈયાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine