ગુજરાતમાં વરસાદની જેમ જામતું રાજકારણ, આનંદીબેન જૂથના ધારાસભ્યો ભાજપ હાઈકમાન્ડથી નારાજ

શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (17:30 IST)

Widgets Magazine


ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે રાજકીય ગરમીનો પારો વધી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તો બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગ્જ નેતા શંકરસિંહ વાઘેલાએ પક્ષ છોડીને નવો વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે તેમને બેંગ્લુરૂ ભેગા કર્યા છે. તો હવે બનાસકાંઠામાં પુરગ્રસ્તોને મળવા આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પત્થર મારો કરવામાં આવ્યો છે અને કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

આ સિવાય ગુજરાતમાં પુરગ્રસ્તો માટે જાહેર કરાયેલા 1500 કરોડના પેકેજ પર પણ ભાજપમાં આંતરિક ડખો ઉભો થયો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ સરકાર દ્વારા બારોબાર લેવાતા નિર્ણયો સામે નાખુશ છે. હવે એક નવો ફતવો પ્રકાશમાં આવ્યો છે.  પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ કરવાના આશયથી 5 ઓગસ્ટ ને શનિવારે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પાટીદાર સમાજના કાર્યકરોનું સંમેલન પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાવાનું હતું પરંતુ આ સંમેલન રદ્દ કરવામાં આવ્યુ છે. આ સંમેલન રજ કરાયું તે પછી હાર્દિક પટેલે અમદાવાદમાં આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે દાવો કર્યો કે, ભાજપના અમુક ધારાસભ્યો પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં છે. હાર્દિકે દાવો કર્યો છે કે પટેલ જૂથના અમુક ધારાસભ્યો પાટીદાર આંદોલનના સમર્થનમાં છે અને એ લોકો ભાજપને હરાવશે.તેણે એવો પણ દાવો કર્યો કે ભાજપના અમુક ધારાસભ્યો પક્ષથી નારાજ છે અને આ નારાજ ધારાસભ્યો ગમે ત્યારે બગાવત કરે તેવી શક્યતા નકારી શકાય નહીં. હાર્દિકે 5 ઓગસ્ટે થનારા પાટીદાર ક્રાંતિ સંમેલનને મોકૂફ રાખવા માટે ઉમિયાધામના ટ્રસ્ટીઓ પર ભાજપના બાબુ જમનાદાસ પટેલનું દબાણ હોવાનો દાવો પણ કર્યો. આગામી સમયમાં આગળની રણનીતિ વિષે પાસ તરફથી જાહેરાત કરાશે તેવું તેણે નિવેદન આપ્યું છે. હાર્દિકે જણાવ્યું કે, આજે અમદાવાદ ખાતે પાસના કાર્યકરોની મીટીંગમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. હાર્દિકે 26 ઓગસ્ટે પાટણમાં મહાસંમેલન કરવાની જાહેરાત કરી છે તેનું શું થશે તે હવે સવાલ છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત વરસાદની જેમ જામતું રાજકારણ આનંદીબેન ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાહુલ ગાંધીની કાર પર પત્થરમારો કરાયો, કારના કાચ તૂટ્યાં, મોદી મોદીના નારા લાગ્યાં

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પુરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે આવી ...

news

ગુજરાતમાં સિહોંની સંખ્યામાં વધારો, 80 વર્ષ બાદ સંખ્યા 650 પર પહોંચી

દુનિયામાં એશિયાટિક સિંહોની વસ્તી ધરાવતા ગીર અભ્યારણ અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની ...

news

રાહુલ ગાંધી બનાસકાઠાના ધાનેરામાં પુરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા

બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પૂર આવ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે ...

news

બ્રિટનમાં વસતા 15 લાખ ભારતીયોમાં 8 લાખ ગુજરાતી, લંડનમાં જ 187 મંદિરો

એક સમયે ભારત ઉપર રાજ કરતા અંગ્રેજોના બ્રિટનમાં જ ગુજરાતીઓએ ઘણું કાઠું કાઢ્યું છે. આવા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine