શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (17:32 IST)

ગુજરાતના પુરગ્રસ્તોને 500 કરોડના પેકેજનો વિવાદ, નીતિન પટેલ કેબિનેટ મીટિંગ છોડીને ચાલ્યા ગયાં

ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવેલા ભારે પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિને થાણે પાડવા ગુજરાત સરકારે ગઇકાલે જાહેર કરેલા 1500 કરોડના રાહત પેકેજથી માંડીને અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં સરકારે કરેલી કામગીરી અંગેની વિગતોમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બાદબાકી કરીને બારોબાર મુખ્યમંત્રી નિર્ણયો લેતાં નીતિન પટેલ નારાજ થઇ ગયા હતા. 

મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે બેઠકમાં પોતાની અવગણના થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ નીતિન પટેલે એવી ચીમકી આપી હતી કે, મને પૂછ્યાં વગર 1500 કરોડનું રાહત પેકેજ જાહેર તો કરી દીધું છે, પરંતુ નાણામંત્રીની સહી વિના આ પેકેજનો અમલ કેવી રીતે કરશો. એમ કહીને નીતિન પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આડકતરી ધમકી આપી દીધી હતી.આજે સવારથી ચાલી રહેલી કેબિનેટની બેઠકમાં ભારે ગરમાગરમી સર્જાતા બેઠકમાંથી અધિકારીઓને રવાના કરી દેવામાં આવ્યા હતા. જે બાદ મંત્રીઓ વચ્ચે ચાલેલી ચર્ચામાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ભારે હુસાતુસી સર્જાઇ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમની અવગણના થતી હોવાનો મુદ્દો ઉઠાવી નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચીકમી આપી હતી કે, નાણામંત્રીની સહી વિના પેકેજનો અમલ કેવી રીતે કરશો. જે બાદ નીતિન પટેલે કેબિનેટની બેઠક છોડી રવાના થઇ ગયા હતા. નારાજ નીતિન પટેલને સમજાવવા મંત્રી શંકર ચૌધરી પહોંચી ગયા હતા. જ્યારે મુખ્યમંત્રીને સમજાવવા પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા હતા.