કોંગ્રેસના ૧૩ બળવાખોર MLAને ભાજપની ટિકિટ મળવાથી કાર્યકરોમાં અસંતોષ

શનિવાર, 12 ઑગસ્ટ 2017 (14:18 IST)

Widgets Magazine


રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાંથી બળવો કરનારા ૧૩ ધારાસભ્યો એ અત્યારે તો તેમના રાજીનામાં અધ્યક્ષને સુપરત કરી દીધા છે. પરંતુ આ તમામને બળવાખોરો ભાજપમાં જોડાઈ જવાના છે. એટલે જ ભાજપે તમામને ટિકિટ આપવાનું વચન પણ આપ્યું છે. જેતી ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો આંતરીક ડખો વધશે.

પાસે ૫૭માંથી હાલમાં માત્ર ૪૩ ધારાસભ્યો જ બચ્યા છે. આમ છતા ગમે તેમ કરીને રાજ્યસભાની પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચૂંટણી અહેમદ પટેલને જીતાડી દેવાઈ છે. એટલું જ નહીં પક્ષમાં રહીને કાયમી ખટપટ તેમજ જાતજાતની માગણીઓ કરનારા અસતુષ્ટો પણ સાફ થઈ ગયા છે. જેથી કોંગ્રેસને હવે તેના પક્ષમાંથી જ પડકાર મળી શકે એવી શક્યતાઓ નથી. હવે કોઈ અસંતોષ પણ નહીં રહે. કોંગ્રેસમાંથી રાજ્યસભાની એક બેઠક જીતી જતા જાણે મોટી ઘાત ટળી છે. આ તમામ ૧૩ ધારાસભ્યોમાંથી બલવંતસિંહ, તેજશ્રીબહેન અને પ્રહલાદ પટેલ અગાઉ ભાજપમાં જોડાઈ ગયા હોવાથી બાકી રહેલા ૧૦ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. સૂત્રો કહે છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને પછાડવા માટે ભાજપે આ ૧૪ બળવાખોરો સાથે ચોક્કસ પ્રકારની 'ગોઠવણ' કરી છે. જેમાં કોંગ્રેસનાં આક્ષેપ મુજબ કેટલાંકને ૧૦થી ૧૫ કરોડમાં ખરીદવામાં આવ્યા છે. ઉપરાંત બધા ધારાસભ્યોને આપવાનું વચન પણ અપાયુ છે. કોંગ્રેસની ટિકિટ પરથી તેઓ જે કોઈ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા તે જ બેઠક પર તેઓને ભાજપની ટિકિટ આપીને રીપીટ કરાશે. હાઇકમાન્ડનાં આ નિર્ણયથી જ ભાજપમાં અત્યારથી જ અસંતોષ અને ચણભણાટ શરૃ થઈ ગયો છે. તેઓની ટિકિટ ફાઈનલ કરાતા આંતરિક ખેંચતાણ અને રોષ વધશે એ બાબત પણ નિશ્ચિત છે. કારણ કે ભાજપમાં રહીને છેલ્લા ૨૦થી ૨૫ વર્ષથી ભારે ખંત અને શિસ્તથી કામગીરી કરી હોવા છતાં એકાએક જ કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપી દેવાની બાબત તેઓને ગમી નથી. પોતાને ટિકિટ મળવાની આશા પર પાણી ફરી વળશે એવો અહેસાસ થતા ઘણા વિસ્તારોમાં ભાજપનાં આવા સીનિયર આગેવાનો કાર્યકરોને સાથે રાખીને કોંગ્રેસમાંથી આવીને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનારા ''મૂરતિયા''ઓને હરાવવાનાં તમામ પ્રયત્નો કરશે. જેનો સીધો લાભ પણ કોંગ્રેસને જ મળશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોંગ્રેસ ભાજપની ટિકિટ કાર્યકરોમાં અસંતોષ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ૧૩ બળવાખોર Mla Sensex Gujarat Samachar Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarati News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

યુપી- 15 ઓગસ્ટના દિવસે મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને તિરંગા લહેરાવવાના આદેશ

ઉત્તરપ્રદેશમાં 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે તમામ મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને ...

news

VIDEO - OMG અહી જન્મે છે Girl. અને યુવાન થતા જ બની જાય છે Boy

અહી જવાન થતા જ છોકરીઓનુ શરીર બદલાય જાય છે અને તે પુરૂષ બની જાય છે.. તમે વિચારી રહ્યા હશો ...

news

અમેરિકાના દંપત્તિએ રાજકોટની દિવ્યાંગ બાળાને લીધી દત્તક

રાજકોટની 10 માસની અનાથ દિવ્યાંગ બાળાને માતા પિતા દ્વારા હોસ્પિટલમાં જ ત્યજી દીધા બાદ તેને ...

news

કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા 7 ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષના ઘરે જઈને રાજીનાંમા આપ્યાં

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં ભાજપને મત આપનાર કોંગી ધારાસભ્યોએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine