ગુજરાત વિઘાનસભાની ચૂંટણી ઓક્ટોબરમાં જાહેર થવાની શક્યતાઓ

સોમવાર, 21 ઑગસ્ટ 2017 (13:13 IST)

Widgets Magazine
gujarat election

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈને વિવિધ કવાયત હાથ ધરાતી જોવા મળે છે. આ વર્ષે ગણતરીના મહિનામાં જ ચૂંટણી થવાની છે. ત્યારે એક ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ પહેલા તબક્કામાં 3 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ શકે છે. જેની સંભવિત જાહેરાત ઓક્ટોબરમાં પ્રારંભમાં કરવામાં આવી શકે છે.વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે.

જેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કરશે તેવા નિર્દેશો સાંપડી રહ્યા છે. પહેલા તબક્કામાં 3 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ શકે છે. પરિણામો ચૂંટણીના 10 દિવસ બાદ થવાની સંભાવાના છે. ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે.  ગુજરાતની ચૂંટણીમાં મતદાન દરમ્યાન વીવીપીએટી (વોટર વેરીફાઇડ પેપર ઑડિટ ટ્રાયલ)નો ઉપયોગ કરવામાં આવશે. ઇવીએમ મશીનની વિશ્વસનીયતા સામે વિવિધ પક્ષો અને સંગઠનો દ્વારા શંકાઓ વ્યક્ત કરાયા બાદ બેલેટ પેપર દ્વારા મતદાનની માગણી ઊઠી હતી.ગુજરાત વિધાનની ચૂંટણી ડિસેમ્બરમાં યોજવા માટેની પ્રક્રિયા ચૂંટણી પંચ અને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં વિધાન સભાની ચૂંટણી કરવામાં આવે અને ઓક્ટોબરના અંતમાં વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ માટે રાજ્ય સરકારે તમામ વિભાગો અને મંત્રીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ સરકારી કામો અને યોજનાઓ પૂરી કરવાની સૂચનાઓ આપી દીધી છે. તો બીજી બાજુ ચૂંટણી પંચે પણ મતદાર યાદીની પ્રક્રિયા શરૂ કરી છે. આગામી 25 સપ્ટેમ્બર સુધીમાં આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત વિઘાનસભાની ચૂંટણી ઓક્ટોબર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત રાજયસભા ચૂંટણી અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કેજરીવાલ કોંગ્રેસ Congres Kejriwal Bjp Congress Gujarat Election 2017 Amit Shah Narendra Modi Hardik Patel Vijay Rupani Ahemd Patel Gujarat Congress 2017 Latest News Gujarat Assembly Election 2017 Gujarat Assembly Election Gujarat Rajysabha Election Assembly Elections 2017 Gujarat Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Aap. Cm Of Gujarat. Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમિત શાહના 75 વર્ષના નિવેદનથી હવે ભાજપના નેતાઓમાં તહેવાર જેવો માહોલ

ગુજરાતમાં ભાજપમાં જાણે હવે દિવાળી આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ભાજપના ...

news

અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલ સહિત ચૂંટણીપંચને હાઈકોર્ટનું સમન્સ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બે મત રદ કરવા મુદ્દે ચૂંટણી પંચમાં ફરીયાદ કરી ...

news

Gujarat Election Special - ગુજરાતમાં બે મુખ્યપક્ષ સિવાયના રાજકીય ચોકા ચાલ્યા જ નથી !

શંકરસિંહ વાઘેલા સમર્થકોની લાગણીના નામે નવો રાજકીય મંચ ઊભો કરવાની પેરવીમાં છે. જો કે ...

news

ઉત્કલ એક્સપ્રેસના 13 ડિબ્બા પાટા પરથી ઉતર્યા, 23ની મોત 100 ઘાયલ

યુપીનાં મુજફ્ફરનગરમાં ખતૌલી પાસે કલિંગ – ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine