આજે કેબીસી જોવાનું ન ચુકતા, બચ્ચનની સામે હોટ સીટ પર બેસશે ગુજરાતી ખેડૂત પુત્ર

બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (14:00 IST)

Widgets Magazine
kbc


હળવદ તાલુકાના ખોબા જેવડા મેરુપર ગામના એક સાવ ગરીબ અને અભણ માતા-પિતાનો પુત્ર તેની આવડત અને કશુળતાથી ટી.વી.ની સુખ્યાત પામેલી કૌન બનેગા કરોડપતિની ૯મી સિઝનમાં પર અમિતાભ સાથે આજના એપિસોડમાં જોવા મળશે. રૃપાભાઈ હડિયલ નામના ૨૫ વર્ષીય આ યુવાને કે.બી.સી. પ્રત્યેનો લગાવ અને અમિતાભ બચ્ચનની સીટ ઉપર બેસીને એન્કરિંગ કરવાનો શોખ આજે પૂરો થયો છે. સમગ્ર દેશમાં જાણીતી બનેલી લોકપ્રિય કૌન બનેગા કરોડપતિ ટી.વી. સિરિયલ ભારે ધૂમ મચાવી છે. ત્યારે આ સિરિયલની નવમી સિઝન માટે સમગ્ર દેશમાંથી ૧ કરોડ ૯૭ લાખ એસ.એમ.એસ. આમાં રજિસ્ટ્રેશન માટે કરેલા હતા જે પૈકીના કુલ ચૌદસો લોકોને ઓડિશન માટે બોલાવેલા હતા જેમાંથી માત્ર ૬૦ વ્યક્તિઓનું સિલેક્શન થયું હતું જેમાંના હળવદ તાલુકાના મેરુપર ગામના અભણ ખેડૂત પુત્ર રૃપાભાઈ હડિયલનું સિલેક્શન થતા આજે રાત્રે રૃપાભાઈ હડિયલ અમિતાભ બચ્ચન સાથે વાર્તાલાભ કરી આ ગેઈમ ખેલતા નજરે પડશે.

રૃપાભાઈ હડિયલ માત્ર બાર ચોપડી જ પાસ છે પરંતુ તેઓને કે.બી.સી. પ્રત્યોનો લગાવ અને સતત મહેનત થકી આ સફળતા મેળવવામાં સફળ રહ્યાં છે. પોતે જાતે જ ખેતીકામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે ત્યારે હળવદ પંથકના આ ખેડૂત અને ખેડૂતપુત્રે હળવદ તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. હળવદ પંથકના આ ખેડૂત પુત્ર રૃપાભાઈ ગત આઈ.પી.એલ.ની સિઝન દરમિયાન સમગ્ર દેશમાંથી એક ખાનગી કંપનીની સુપરફાઈન માટે સિલેક્ટ થયેલ અને બેંગ્લુરૃ ખાતે રમાયેલી બેંગ્લુરૃ-મુંબઈની ટી-ટ્વેન્ટી મેચમાં ઉપસ્થિત રહેલ અને મેચ વનરના કેપ્ટન રોહિત શર્મા સાથે મુલાકાત લઈ વિનિંગ બબોલ રોહિત શર્માના ઓટોગ્રાફ સાથે તેઓના હાથે મેળવી જિલ્લા તથા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કેબીસી બચ્ચન હોટ સીટ ગુજરાતી ખેડૂત પુત્ર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજ્યની 508 શાળાઓમાં દફતરને સ્થાને ટેબ્લેટ, બ્લેક બોર્ડને બદલે સ્ક્રીન બોર્ડ

ગુજરાતમાં શિક્ષણક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ થકી નવી ઊંચાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ...

news

અમદાવાદમાં જાપાનના પીએમ માટે રસ્તા ચકાચક થઈ ગયાં, બાકીના રામ ભરોસે રખાયા

શહેરના રોડ રસ્તા પર ખાડા તો જાણે કે અમદાવાદીઓ માટે એકદમ જ સાહજીક વાત બની ગઈ છે. જો રસ્તા ...

news

સમગ્ર દેશમાં 2000ની સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત 8મી નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. આ ...

news

પીએમ આવે ખર્ચા કરાવે, નર્મદા મહોત્સવના ૧૭મીના કાર્યક્રમ પાછળ ૮૦ લાખનો ધૂમાડો થશે

વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ-કોંગ્રેસ ભરપૂર તૈયારીઓ આદરી દીધી છે. નર્મદા મહોત્સવના નામે ...

Widgets Magazine