ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :Indore , શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (16:20 IST)

ખુશ્બુ ગુજરાત કી વિસરાઈ, દેશના ટોપ ટેન ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટમાં ગુજરાતનો સમાવેશ નહીં

ભારતના પ્રવાસન સ્થળોનો કેન્દ્ર સરકારે તાજેતરમાં રિપોર્ટ બહાર પાડયો છે. જેમાં દેશના ટોપ ટેન ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. જુલાઈ-૨૦૧૪થી જૂન-૨૦૧૫ના સમયગાળામાં નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઈઝેશન દ્વારા થયેલા સર્વેક્ષણના આધારે આ રિપોર્ટ તૈયાર થયો છે. મહારાષ્ટ્રને નંબર વન ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે આ રિપોર્ટમાં દર્શાવાયું છે, જ્યારે અન્ય રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર પ્રદેશ અને તેલંગણા એક રાજ્ય તરીકે, ઓડિશા, રાજસ્થાન, કેરળ અને કર્ણાટક આ યાદીમાં સમાવિષ્ટ છે