અમદાવાદના આ 10 થિએટર્સમાં પોલીસ પ્રોટેક્શન સાથે રીલિઝ થશે ‘પદ્માવત’

સોમવાર, 22 જાન્યુઆરી 2018 (15:38 IST)

Widgets Magazine


‘પદ્માવત’ ફિલ્મનો ભલે ગમે તેટલો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો હોય, બસો સળગી રહી હોય, બસોના કાચ ફૂટી રહ્યા હોય, પોલીસ ઓફિસરોને ધક્કે ચઢાવી રહ્યા હોય, પરંતુ આ મામલે ગુજરાત પોલીસ પણ વિરોધીઓને છોડવાની નથી, તે આજની સુરતના પોલીસ કમિશનર સતિષ શર્માની પ્રેસ કોન્ફરન્સમાં ખબર પડી ગઈ હતી. અમદાવાદના નિકોલમાં તો રાજહંસ થિએટરમાં પણ શનિવારે તોડફોડ કરવામાં આવી હતી, પરંતુ આટઆટલા વિરોધ છતા અમદાવાદના 10 થિએટર્સમાં આ ફિલ્મ રીલિઝ થવાની છે. SRPની 10 પ્લેટૂન અને 10 PSIની તૈનાતી વચ્ચે આ ફિલ્મ અમદાવાદના 10 થિએટર્સમાં રીલિઝ કરવામાં આવશે.

થિએટરોની સુરક્ષા માટે વધારાની ફોર્સ ફાળવવામાં આવી છે. સંજય લીલા ભણશાલી દિગ્દર્શિત અને દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થવાની છે. અમદાવાદના આ 10 થિએટર્સમાં ‘પદ્માવત’ પોલીસ પ્રોટેક્શન સાથે રીલિઝ થશે.
રાજહંસ સિનેમા,
PVR,સિટી ગોલ્ડ,
એક્રોપોલીસ સિનેમા,
ડ્રાઇવ ઈન સિનેમા,
હિમાલયા મોલ,
આલ્ફા 1
સિનેપોલીસ,
કે સેરા સેરા,
મુક્તા સિનેમા,
સિનેમેક્સWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદીની છાતી ખરેખર ૫૬ ઇંચની હોય તો હાફીઝ સઈદ અને દાઉદને પકડી લાવે- જીજ્ઞેશ મેવાણી

વડગામનાં ધારાસભ્ય અને યુવાનેતા જીગ્નેશ મેવાણીએ મોરબીમાં સભા સંબોધી હતી. આ સભામાં મેવાણીએ ...

news

પશ્વિમ કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉધોગ મરણપથારીએ, ટ્રક માલિકોને ગાડીના હપ્તા ભરવાના ફાંફા, ઓવરલોડ ચલાવનારાઓને ઘી કેળા

પશ્વિમ કચ્છની જીવાદોરી સમા ટ્રાન્સપોર્ટ ઉધોગમાં સાડાસાતની પનોતી બેઠી છે તે ઉતારવાનું નામ ...

news

નર્મદામાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાશે : લોકલાગણી સામે તંત્ર ઝૂક્યુ

નર્મદા નદીમાં પાણીનું સ્તર વધે તે માટે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને ભરૂચના સાંસદ મનસુખ ...

news

૧૧ ગુજરાતી અગ્રણીઓ ગવર્નરપદ પર બિરાજમાન થઈ ચૂક્યા છે

મધ્યપ્રદેશનાં ગવર્નર (રાજ્યપાલ) તરીકે ગુજરાતના પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine