બોરનું પાણી પુરું પાડવાનું હોવાથી અમદાવાદીઓને હવે પાણી પીવા માટે RO વિના ચાલશે નહીં

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (17:23 IST)

Widgets Magazine


ગુજરાતમાં હાલ પાણીની ગંભીર કટોકટી ઉભી થવાને કારણે અમદાવાદીઓને પણ પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરીજનોને બોરનું પાણી પુરું પાડવાનું હોવાથી ઉનાળામાં ક્ષારવાળું પાણી પીવાનો વારો આવશે. આમ લોકોને RO વિના ચાલશે નહીં. જો બોરમાંથી આવતા ક્ષાર વાળા પાણીને લઈ અમદાવાદીઓ એલર્ટ નહીં થાય તો રોગનો ભોગ બનવું પડશે. અમદાવાદને દૈનિક મળતું 1200 એમએલડી પીવાનું પાણી નર્મદામાંથી મળે છે. નર્મદામાં પાણીની અછત સર્જાતા હવે આગામી દિવસોમાં શહેરમાં 30 ટકા અર્થાત્ 360 થી 400 એમએલડી પાણીનો કાપ સર્જાશે.શહેરમાં કુલ 257 આઈસોલેટેડ બોર છે.  પાણીકાપને પહોંચી વળવા આ બોર ચલાવાશે. અમદાવાદ મહાનગર પાલિકાએ પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે બોરની વ્યવસ્થા કરી રહી છે.
 
જેના માટે રૂપિયા 5.25 કરોડનાં ખર્ચે નવા 30 બોર બનાવવવામાં આવશે. બોરની વ્યવસ્થાને કારણે પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે છે. શહેરમાં અત્યાર સુધી નર્મદાનું સરફેસ થયેલું શુધ્ધ પાણી મળતું હતું તે હવે બંધ થઈ જશે. એએમસી દ્વારા નવા 30 બોર ઊપરાંત હાલના 214 બોરને વધુ ક્ષમતાથી ચલાવાશે. જેના લીધે બોરમાંથી હાલ અપાતા 100 એમ.એલ.ડી.ના બદલે 150 એમ.એલ.ડી. પાણી મળતું થઈ જશે.  ઊનાળામાં અમદાવાદીઓને અપાનારા બોરના પાણીની વ્યવસ્થા એવી છે કે બોરના પાણી સીધા જ પાણીની ટાંકીમાં નંખાશે અને આ ટાંકીના પાણી પીવા માટે આપવામાં આવશે. પરિણામે બોરના પાણીનો ક્ષાર અમદાવાદીઓના ઘર સુધી પહોંચશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બોરનું પાણી અમદાવાદી ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર પાણી પીવા માટે Ro વિના ચાલશે નહીં Sports Cricket News Gujarat Team India Business News Live News Gujarati News National News Gujarat Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમેરિકાના ડોક્ટરોએ ત્રણ વખત મૃત જાહેર કરેલી યુવતીને સ્ટેમસેલથી જીવનદાન મળ્યું

અમેરિકા છોડીને મુંબઇમાં વસેલી 23 વર્ષની ગુજરાતી યુવતી દેશમાં દિવ્યાંગો અને વૃદ્ધોના ...

news

રાજ્યના પોલીસ વિભાગના આંકડાથી ઘટસ્ફોટ ગુજરાત હવે મહિલાઓ માટે અસલામત

ગુજરાતમાં ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં રાજયની પ્રશંસા કરતા શાસકો એ કહેવાનું ...

news

આજથી ગીરનારની તળેટીમાં ભવનાથના મેળાનો પ્રારંભ, સાધુ-સંતોની નીકળશે રવાડી

શિવની આરાધનાના પર્વનો આજથી ગિરનારની તળેટીમાં પ્રારંભ થશે. મહાદેવના મંદિર ખાતે ધ્વજારોહમ ...

news

હાર્દિક પટેલે ટ્વિટર પર અમિત શાહનો કયો સરવે મૂક્યો, તેનું શું આવ્યું પરિણામ

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે હવે ટ્વિટર દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine