બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (13:07 IST)

મહિલા કેદીઓના રોજગાર માટે હવે સાબરમતી જેલમાં બનશે સેનિટરી નેપકિન

તાજેતરમા જ અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રિલીજ થઇ છે. સાબરમતી સેન્ટ્રલ જેલ તંત્રએ આ ફિલ્મમાંથી પ્રેરણા મેળવીને મહિલા કેદીઓ માટે સેનિટરી નેપકિન બનાવવા માટે જેલમાં જ એક યૂનિટ સ્થાપવાની વિચારણા કરી છે. સેનિટરી પેડનુ યુનિટ સ્થાપી જેલ તંત્રએ મહિલા કેદીઓને રોજગાર ઉપલબ્ધ કરાવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે.આ પ્રોજેક્ટ માટે મહાત્મા ગાંધીએ સ્થાપેલ પબ્લિકેશન હાઉસ નવજીવન અને અમદાવાદના કર્મા ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

સોમવારે એનજીઓ અને જેલ તંત્ર વચ્ચે કરાર થયો. એગ્રીમેન્ટ મુજબ નવજીવન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા મેન્યુફેક્ચરિંગ યુનિટનું સેટઅપ કરવામાં આવશે, કાચો માલ અને કેદીઓને પગાર પુરો પાડવામાં આવશે. ફાઇનલ પ્રોડક્ટને વેચાણમા મુકવાની જવાબદારી પણ બંને એનજીઓની જ રહેશે. જેલ અધિક્ષકે જણાવ્યા મુજબ સાબરમતી જેલ તંત્રએ જેલમાં જ સેનિટરી નેપકિન બનાવવા માટે એનજીઓ સાથેના કરારની પ્રપોઝલ ઉપરી વિભાગને મોકલી આપી હતી, જેથી સોથી પણ વધુ મહિલા કેદીઓને રોજગારી અને વેતન આપી શકાય. હાયર ઑથોરિટીએ યૂનિટ સેટઅપ કરવાની મંજૂરી આપી દીધી છે કર્મા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રિયાંશી પટેલે કહ્યું કે તેમણે ગત વર્ષે રાઇટ ટૂ ક્લિનલીનેસ પ્રોગ્રામ શરૂ કર્યો હતો જે અંતર્ગત તેઓ મહિલા કેદીઓ સાથે કામ કરશે.  જેલમાં અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે, જો કે મહિલા કેદીઓને જેલમાં કામ નથી મળી રહ્યું. મહિલા કેદીઓને 1લી માર્ચથી ટ્રેનિંગ આપવાનું શરૂ કરીશું અને પ્રોડક્શન યૂનિટ સેટઅપ કરવા માટે 4 લાખનો ખર્ચો થશે.