ગૃહમાં ભાજપના કોઈ ધારાસભ્યો અપશબ્દો બોલ્યા નથી - નિતીન પટેલ

બુધવાર, 14 માર્ચ 2018 (16:52 IST)

Widgets Magazine
vidhansabha


વિશે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાં હુમલો જગદીશ ઠાકોર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નીમાબેન આચાર્ય બાલ બાલ બચ્યા હતા. આ ઘટનાના સાક્ષી પણ નીમાબેન આચાર્ય છે. કોઈપણ કારણ વગર કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા. ગૃહમાં હુમલો કર્યો હતો. આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. આટલી હિંસક, નિંદનીય ઘટના ક્યારેય જોઈ નથી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઓર્ડરની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે કોઈપણ કારણ વગર અમરિશભાઈ ઉશ્કેરાઈને ઉભા થયા હતા. તેઓ વિપક્ષના નેતા સામે હાથ કરી કશુંક બોલ્યા હતા.

nitin patel

તે પછી ગૃહમાં કઈં ન સંભળાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ. કોંગ્રેસના સભ્યો જ અમરિશભાઈને મનાવવા ગયા. અમરિશભાઈ દોડી અધ્યક્ષના સ્થાન તરફ આવ્યા હતા. તેમણે કોઈપણ કારણ વગર BJPના MLA જગદીશ પંચાલના માથામાં માઈક માર્યું. તેમણે ઉશ્કેરાઈને માઈક તોડીને માર્યું હતું. નીતિન પટેલે વધુંમાં કહ્યું હતું કે, “આ હુમલામાં નિમાબેન આચાર્ય બચી ગયા હતા. વિધાનસભાના ફૂટેજમાં તે સ્પષ્ટ દેખાઈ આવે છે. વિધાનસભામાં ન બોલાય તેવા શબ્દો બોલ્યા. તે સાથે બંને પક્ષના ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા. ગૃહમાં ગરમાગરમી થઈ ગઈ હતી. આટલી હિંસક, નિંદનીય ઘટના ક્યારેય જોઈ નથી. વિપક્ષના નેતા પરેશ ધાનાણી સમજાવવાના પ્રયાસ કર્યા હતા.
vidhansabha

નીતિન પટેલે એ સ્પષ્ટ કર્યું હતું કે, “BJPના કોઈ ધારાસભ્ય અપશબ્દો બોલ્યા નથી. BJPના મહિલા ધારાસભ્ય નિમાબહેન આચાર્ય સાક્ષી છે. સંસદીય મંત્રી તરફથી અધ્યક્ષને વિનંતી કરીશું. વિધાનસભામાં ખૂણે ખૂણો CCTVમાં રેકોર્ડ થાય છે. CCTV જાહેર કરવા અધ્યક્ષને રજૂઆત કરીશું. BJPના સભ્યો ગાળો બોલ્યાની વાત તદ્દન ખોટી છે. સંપૂર્ણ તોફાન કોંગ્રેસના 3 ધારાસભ્યોએ જ કર્યું હતું. પત્રકારોએ પણ આખી ઘટના નજરે જોઈ છે. પ્રતાપ દુધાતનો કોઈ પ્રશ્ન નહોતો, અચાનક ઉશ્કેરાયા. કોંગ્રેસના MLAના અંદરોઅંદર એક બીજા પર આક્ષેપ છે. કાર્યવાહી કરવા અંગે અભ્યાસ કરી રહ્યા છીએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી, માડમે માઈકથી કર્યો હુમલો

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી પુરી થયા બાદ ઝીરો અવર્સમાં કોંગ્રેસના બે ...

news

યૂપી પેટા ચૂંટણી LIVE: યોગી આદિત્યનાથ અને કેશવ મોર્યની સીટ પર SP આગળ

ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુર લોકસભાની યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. ...

news

પેથાપુર ભાજપમાં ભૂકંપ, નગરપાલિકાના 18 નગરસેવકોના રાજીનામાં પડ્યા

પેથાપુર નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગુજરાતની ભાજપ સરકારે ગાંધીનગરના ...

news

ભચાઉના ભાજપ પ્રમુખનો દીકરો વિદેશી દારૂ સાથે પકડાયો

રાજ્યમાં દારૂની દાણચોરી કરવાના આરોપસર ભચાઉના એક રાજકીય નેતાના 24 વર્ષીય દીકરાની મંગળવારના ...

Widgets Magazine