શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (14:26 IST)

વિદ્યાપીઠ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ

ગુજરાતમાં ગુનેખારો બેખોફ બન્યાં છે, દિવસે દિવસે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે જાણે કોઈને કાયદાનો કે પોલીસને ડર રહ્યો જ નથી. ત્યારે ફરીએક વાર સરકાર અને પોલીસને લજવે તેવો બનાવ અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના આશ્રમ રોડ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ થયું હતું. 4 અજાણ્યા શખ્સોએ ઘડાઘડ ફાયરિંગ કરતાં કર્મીનું મોત નિપજ્યું હતું. લૂંટના ઈરાદ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર પટેલ ચીમન હરગોવિંદ આંગડીયા પેઢીનો માણસ અમદાવાદથી મહેસાણા જઈ રહ્યો હતો ત્યારે ફાયરિંગ થયું હતું.ટુવ્હિલર પર આવેલા 4 શખ્સે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.