સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 મે 2018 (15:12 IST)

વડોદરામાં ફી મુદ્દે વાલિઓનો હોબાળો, કોંગ્રેસના નેતાઓએ રોડ પર ભીખ માંગી

એફ.આર.સી.એ નક્કી કરી આપેલી ફી ઉપરાંત ટર્મ ફીના નામે કમરતોડ ફી વસુલ કરતી શહેરની શાળાઓ સામેનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. દંતેશ્વર ખાતે આવેલી બરોડા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ આજે ફી મુદ્દે ભારે હોબાળો મચાવી મૂક્યો હતો.  તો બીજી તરફ  શાળા સંચાલકોના ઘૂંટણીએ પડી ગયેલી ભાજપા સરકાર સામે વડોદરા શહેર કોંગ્રેસે દેખાવો કર્યા હતા. અને શિક્ષણદાન માટે લોકો માટે ભીખ માંગી હતી. ફી મુદ્દે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે બેનર, પોસ્ટર્સ સાથે દેખાવો કર્યા હતા. અને શાળા સંચાલકોના ઘૂંટણીએ પડી ગયેલી ગુજરાતની ભાજપા સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. આ સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા શિક્ષણ દાન માટે ભીખ માંગી હતી. માર્ગો પરથી પસાર થતાં લોકોએ પણ કોંગ્રેસના ફી આંદોલનને ટેકો આપ્યો હતો. અને ફી દાન આપ્યું હતું.

વડોદરા શહેરની દંતેશ્વર ખાતે આવેલી બરોડા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ એફ.આર.સી.એ નક્કી કરેલી ફી ઉપરાંત ટર્મ ફીના નામે ફીની માંગણી કરતા વાલીઓએ વિરોધ કર્યો હતો. અને શાળા સંચાલકો અને ગુજરાત સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.