રાજકોટમાં બનાવટી ચાની ભૂકી બનાવવાનું કારસ્તાન ઝડપાયું

બુધવાર, 16 મે 2018 (10:38 IST)

Widgets Magazine
news of gujarat


તાજેતરમાં જ રાજકોટમાંથી બનાવટી ચાની ભૂકી બનાવી બજારમાં વેચતી પેઢીનો પર્દાફાશ કરાયો છે. આ પેઠી ચાની ભૂકી વિવિધ કેમિકલની સાથે લાકડાનું ભૂસું પણ ભેળવવામાં આવતું હતું. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટાપ્રમાણમાં બનાવટી ચા બનાવવામાં વપરાતો જથ્થો કબજે કર્યો હતો. રાજકોટમાં પરાબજારમાં આવેલી દર્શન ટી નામની પેઢીમાં ચાની ભૂકીમાં ભેળસેળુનું કૌભાંડ પકડાયું છે. આરોગ્ય વિભાગના દરોડામાં લાકડાનું ભૂસું અને કેમિકલનું મિશ્રણ કરવામાં આવતું હોવાના ઘટસ્ફોટ થયા હતા. સાથે જ ભૂકીમાં કેમિકલ પાવડર પણ મિલાવવામાં આવતો હતો. 
news of gujarat

આ ડુપ્લિકેટ ભૂકીને રાજકોટ, અમરેલી, ભાવનગર, શિહોરની ગુયાબારી, અલંકાર, ટી ઓકે, ટાટોપાની, સન્યાસી જેવી વિવિધ બ્રાંડના નામે પેકિંગ કરી વેચવામાં આવતી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે દર્શન પેઢીના સંચાલકો ટ્રાન્સપોર્ટરો અને વિવિધ દૂકાનોમાંથી ૧૫-૨૦ રૂપિયા કિલોના ભાવે ચાની ભૂકી ખરીદતા હતા. અને બાદમાં આ ભૂકીમાં કલર, લાકડાનું ભૂસું વગેરે ભેળવીને માર્કેટમાં તેને ૩૦થી ૪૦ રૂપિયા કિલોના ભાવે વેચતા હતા. આરોગ્ય વિભાગે દરોડા દરમિયાન પાવડર મેકિંગ મશીન અને મિક્સિંગ પાવડર, ૬૦ કિલો ભૂસું, ૬૦ કિલો કેમિકલ કલર, ૧૦૫૦ કિલો ચાની ભૂકી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાજકોટ ચાની ભૂકી ભૂકી બનાવવાનું કારસ્તાન ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Sports Cricket Live News Gujarati News Team India Business News National News Gujarat Latest Gujarati News Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાહુલ ગાંધીએ પ્રદેશ આઈટી સેલમાં રોહન ગુપ્તાના સ્થાને હેમાંગ રાવલની નિયુક્તિ કરી

લોકસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલમાં ફેરફાર ...

news

કોંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજ્યો છુટી રહ્યાં છેઃ વિજય રુપાણી

કર્ણાટકમાં બીજેપી સત્તાની નજીક પહોંચતા હાલ ગુજરાત સહિત દેશભરમાં બીજેપીના કાર્યકરોમાં ...

news

નસ પર નસ ચઢી જાય તો કરો આ અચૂક ઉપાય

નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે ...

news

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂર અને માહિરા ખાનનો પ્રેમ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મે 7 થી શરૂ થયું છે, જે 19 મે સુધી રહેશે. અત્યાર સુધી દીપિકા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine