ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 2 જુલાઈ 2019 (17:38 IST)

હોસ્પિટલમાં પ્રેમિકાને ટિફિન આપવા ગયો પ્રેમી, પતિએ તેને ગટરમાં ફેંકી દીધો

: છેલ્લા 15 વર્ષથી પ્રેમી જેને પ્રેમ કરતો હતો તેની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રેમિકાના સમાચાર પૂછવા પ્રેમી ટિફિન લઇને હોસ્પિટલ પહોંચ્યો હતો. બંને હજુ વાતો જ કરી રહ્યાં હતા તે દરમિયાન તે યુવતીનો પતિ ત્યાં આવી પહોંચ્યો હતો. બંનેને એક સાથે જોઇ પતિએ ત્યાં જ તેણે તેની પત્નીના પ્રેમીને બે-ત્રણ લાફા માર્યા અને ત્યાંથી મારતા મારતા હોસ્પિટલના ગેટ બહાર લઇ ગયો હતો. જ્યાં તેણે તેની પત્નીના પ્રેમીને રિક્ષામાં બેસાડી સરખેજ પાસે ગટરમાં ફેંકી દીધો હતો.
 
અસલાલીમાં રહેલા રઘૂ ભરવાડ પીરાણામાં રહેતી એક યુવતીને છેલ્લા 15 વર્ષથી પ્રેમ કરતો હતો. જ્યારે પ્રેમિકાને ગર્ભાશયની તકલીફ હોવાના કારણે તેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રેમિકા બિમાર હોવાથી તેને હોસ્પિટલામાં દાખલ કરી હોવાની રઘૂ ભરવાડને જાણ થતા તે તેની પ્રેમિકાને મળવા રાત્રે 10 વાગ્યાની આસપાસ ટિફિન લઇ હોસ્પિટલ પહોંચ્યો હતો. બંને જણા તે સમયે વાતો કરી રહ્યાં હતા.
 
અચાનક યુવતીનો પતિ ત્યાં આવી પહોંચ્યો હતો. બંને જણાને વાતો કરતા જોઇ રોષે ભરાઇને યુવતીના પતિએ રઘૂ ભરવાડને ત્યાં જ બે-ત્રણ લાફા માર્યા હતા અને ત્યાંથી તેને મારતા મારતા હોસ્પિટલના ગેટ સુધી લઇ ગયો હતો. ત્યારબાદ યુવતીના પતિએ તેના એક મિત્ર સાથે રઘૂ ભરવાડને રિત્રામાં બેસાડી થલતેજ ગુરૂદ્વારા પાસે લઇ ગયા હતા. ત્યાં અન્ય એક મિત્ર હાજર હતો. ત્યારબાદ ત્રણેયે ભેગા મળીને તેને સરખેજની ગટરમાં ફેંકી દીધો હતો.