બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 જૂન 2021 (10:38 IST)

દરિયામાં મજા માણી રહેલા જવાનોને બચાવતાં જતાં નિર્લિપ્ત રાય દરિયા ડૂબ્યા, તરવૈયાઓએ બચાવ્યો SP નો જીવ

ગુજરાતના અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સાથે એક મોટો અકસ્માત થતાં થતાં ટળી ગયો. તે પોતાના બે પોલીસ સાથીઓ સાથે સમુદ્રમાં નાઇ રહ્યા હતા. ત્યારે અચાનક ભારે મોજું આવ્યું જેમાં બે સાથીઓ ડૂબવા લાગ્યા. તેમને બચાવવામાં એસપીનો જીવ પણ ખતરામાં આવી ગયો તે ડૂબવા લાગ્યા. ઘટનાસ્થળે હાજર પોલીસ જવાનોએ આ ત્રણેયના જીવ બચાવ્યા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આઇપીએસ નિર્લિપ્ત રાય જાફરાબાદમાં સમુદ્ર કિનારે નાહી રહ્યા હતા. તેમની સાથે તેમના બે પોલીસ મિત્રો હતા. ત્રણે સમુદ્ર કિનારે દરિયામાં મજા માણી રહ્યા હતા. ત્યારએ અચાનક મોજું આવતાં બે જવાનો ડૂબવા લાગ્યા હતા જેથી નિર્લિપ્ત રાય તેમને બચવવા ગયા. પરંતુ દરિયામાં તે પણ ડૂબવા લાગ્યા હતા. ત્યારબાદ ત્યાં ઉભેલા પોલીસ જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ તેમના ત્રણેયના જીવ બચાવ્યા હતા. 
 
ત્રણેયને દરિયામાંથી બહાર કાઢ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. હાલ ત્રનેય સુરક્ષિત છે અને ખતરાની બહાર છે. આઇપીએસ નિર્લિપ્ત રાયની છબિ કડક પોલીસવાળાની છે. તાજેતરમાં તેમણે એક ગેંગસ્ટરને દબોચી લીધો હતો. જે પેટ્રોલ પંપના માલિક પાસેથી વસૂલી માટે ધમકી આપી રહ્યો હતો. 
 
નિર્લિપ્ત રાય 2010 બેચના IPS બન્યા હતા. તે અગાઉ તેઓ IRS હતા. તે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પોલીસ સેવામાં જોડાયા બાદ તેઓ પ્રોબેશનમાં હિંમતનગર હતા. ત્યાર બાદ ક્રાઇમબ્રાંચ આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે મુકાયા હતા. જ્યાંથી બઢતી મળતા નાયબ પોલીસ કમિશ્નર તરીકે ઝોન 7 માં મુકાયા હતા. આ દરમિયાન નિર્લિપ્ત રાયની અનેક વખત બદલી થઇ હતી. નિર્લિપ્ત રાયનો ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો હતો. તેમને અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મુકાયા હતા. નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મુકાયા હતા. હાલ નિર્લિપ્ત રાય અમરેલી એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.