ઉત્તર ગુજરાતના પુરગ્રસ્ત પાટણના 4 ગામો નીતા અંબાણીએ દત્તક લીધા

ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (13:26 IST)

Widgets Magazine
nita-ambani-


રિલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણી ધર્મપત્ની નીતા અંબાણીએ બુધવારે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત અબિયાણા ગામની સંવેદનાસભર મુલાકાત લીધી હતી. તેઓએ અબિયાણા ગડસઇ અને ઉનડી ગામના પૂરગ્રસ્તોને કિટ વિતરણ કર્યુ હતું. બાદમાં ગ્રામ સભાને સંબોધતા રિલાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે ત્રણથી ચાર ગામો લેવાની સાથે રૂ.10 કરોડ ધનરાશી પુન:સ્થાપન કામગીરી માટે ફાળવવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ ગામોની પસંદગી કરાશે તેમ તેમણે જણાવ્યુ હતું. દેશના ધનાઢ્ય અંબાણી પરીવારના પુત્રવધૂ નીતા અંબાણી તેમના પુત્ર અનંત સાથે બનાસકાંઠાના થરા ખાતે હેલીકોપ્ટર મારફતે આવી રોડમાર્ગે સાંતલપુર તાલુકાના અબિયાણા ગામે પહોંચ્યા હતા. જયાં તેઓના હસ્તે ગડસઇ ગામના મહિલાઓ ભાઇઓને મળીને હ્રદય સ્પર્શી વાર્તાલાપ કર્યો હતો. તેઓએ બસ સ્ટેન્ડ પાસે કિટ વિતરણ કેમ્પ અને ગામમાં પશુ ચિકિત્સા કેમ્પ, મેડીકલ કેમ્પની મુલાકાત લઇ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરાયેલ સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે ગામચોક ખાતે ટૂંકી સભા સંબોધી હતી. જેમાં આપત્તિના સમયમાં રિલાયન્સ ફાઉન્ડેશન તમારી સાથે છે તેવો સધીયારો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ફાઉન્ડેશને સદકાર્ય કર્યું હતું. તે પછી ઉત્તરાખંડ, કેદારનાથ,ચેન્નઇ અને હવે પૂરગ્રસ્ત આ વિસ્તારમાં ટ્રસ્ટ તેનું યોગદાન આપશે. આ માટે જામનગર તેમજ અન્ય સ્થળોના 50 જેટલા માણસો અહીં કામે લગાડ્યા છે. ગામના સરપંચ ભીખીબેન આહિર, પૂર્વ સરપંચ શિવાજી ગોહિલે ગામમાં રોટી કપડા મકાનની અને જમીન ધોવાણની રજુઆતો કરી હતી.આ પ્રસંગે મામલતદાર, એઅેસપી, મદારસિંહ ગોહીલ વગરે હાજર રહયા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઉત્તર ગુજરાત નીતા અંબાણી દત્તક પુરગ્રસ્ત પાટણ Nita-ambani-reassures

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત વિધાનસભામાં શું હશે હવે અમિત શાહની રણનિતી, અહેમદ પટેલની જીતથી કોંગ્રેસનું મોરલ બુસ્ટ થયું

એક સમય એવો હતો કે ભાજપની સામે કોંગ્રેસ દ્વારા અનેક પ્રકારની રણનિતીઓ ગોઠવવામાં આવતી હતી. ...

news

અમિત શાહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો હાઈવોલ્ટેજ ડ્રામા ભજવાઈ ગયાં બાદ પરિણામો સ્પષ્ટ પણે જાહેર ...

news

Video - મરઘીના ઈંડામાં Pesticide Fipronil

. હોલેંડ અને બેલ્જિયમમાં મરધીના લાખો ઈંડા ફેંકવામાં આવી રહ્યા છે... ઈંડામાં એકવાર ફરી ખૂબ ...

news

VIDEO Amit Shah - મોદીના ચાણક્ય અને રાજનીતિના બાહુબલી

. ભાજપા અધ્યક્ષ અમિત શાહને બુધવારે પાર્ટી પ્રમુખના રૂપમાં ત્રણ વર્ષ થઈ ગયા. રસપ્રદ તો એ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine