ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (13:17 IST)

સોસાયટીના પ્રવેશ દ્રાર પર લાગ્યા બેનર, 'રોડ નહિ તો વોટ નહિ'

એક તરફ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે જેમાં ઇચ્છુક દાવેદારો ટિકિટ મેળવવા મથામણ કરી રહ્યા ત્યારે બીજી તરફ નાગરિકો પોતાના વિસ્તારોની સમસ્યાઓના નિકાલ નહિ થતાં મેદાનમાં આવી ગયા હોય એવી સ્થિતિ ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે.એવું જ કંઈક ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવેલી સત્યમ સોસાયટીમાં જોવા મળી રહ્યું છે. 
 
સોસાયટીના રહીશોએ રોડની સમસ્યા મુદ્દે રોડ નહિ તો વોટ નહિ જેવા બેનરો પ્રવેશ દ્વાર પાસે લગાડી પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અહીંથી અન્ય ચાર સોસાયટીમાં જવાનો મુખ્ય માર્ગ છે જેમાં ખાડા પડી ગયા છે. આ સમસ્યા અંગે પાલિકામાં અને ચૂંટાયેલા સભ્યોને વારંવાર રજુઆત કરી હતી તેમ છતાં રોડની સમસ્યાનો હલ આવ્યો નથી.
 
આખરે રહીશોએ આવનાર ચૂંટણીમાં ઉમેદવારોએ સોસાયટીના સભ્યોને શરમ મુકવા નહિ જેવા લખાણ સાથે બેનરો ચોટાડી દીધા છે અને રોડ નહિ તો વોટ નહિ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.ત્યારે જોવું રહ્યું કે સોસાયટીના રહીશો પોતાની માંગણી ઉપર અડગ છે જેઓને ઉમેદવારો વોટ લેવા માટે કેવા પ્રકારે સમજાવી મનામણા કરશે.