આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીનું જોર વધશે. તેમાં હવામાન વિભાગ દ્વારા ડરામણી આગાહી કરવામા આવી છે. રાજ્યના ગુલાબી ઠંડીના પગલે હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવે અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. તેવામાં માવઠા અંગે હવામાન શાસ્ત્રીઓએ માવઠાની આગાહી કરી છે. આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. સવારે 10 વાગ્યા સુધી વિઝિબિલિટી ઓછી જોવા મળી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અહીં ક્યારે જોરદાર ઝાપટ તો ક્યારે હળવો વરસાદ થતો રહ્યો. વીતેલા 24કલાકમાં સોમવારે સવારે 4 વાગ્યે સુધી 45 મીમી વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન ક્યારેક ઝરમર ઝરમર, ક્યારેક હળવો તો ક્યારેક ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીના ઘટાડાથી થર્મોમીટરનો પારો 8 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં સાત ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને થર્મોમીટરનો પારો 18 ડિગ્રી રહ્યો હતો. વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા રાહદારીઓ અને પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિવસ દરમિયાન પણ ધુમ્મસ યથાવત રહ્યું હતું