સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 મે 2022 (12:09 IST)

ઉમરગામ તાલુકાના સરીગામની દોઢ વર્ષની બાળકીને તેજ દિમાગને લઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

news of gujarat
સરીગામ બજાર વિસ્તારમાં રહેતા શિક્ષિત પરિવારની દોઢ વર્ષની પુત્રી અક્ષવીએ તેજ મગજને લઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અક્ષવી અંગ્રેજી અલ્ફાબેટ કે આંકડા સારી રીતે વાંચી, ઓળખી અને અધ વચ્ચેથી રજૂ કેટલા પ્રશ્નોના સાચા પ્રત્ત્યુતર આપી શકે છે.ઉમરગામ તાલુકાનાં સરીગામ શાલીગ્રામ સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના કોમલ રાવત અને આકાંક્ષા રાવતની દોઢ વર્ષની પુત્રી અક્ષવીએ પોતાના તેજ દિમાગને લઈ સરીગામ વિસ્તારનાં લોકોને ચર્ચા કરવા મજબૂર કર્યા છે.

અક્ષવીનાં પિતા કોમલભાઈ રાવતે પુત્રીનાં તેજ દિમાગને લઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ઓન લાઈન એપ્લાય કરી હતી.જે માટે જરૂરી એવિડન્સ સબમિટ કર્યા હતા.જે અંગે ટીમ દ્વારા વેરિફીકેશન પૂર્ણ કરી અક્ષવીને મેડલ, સર્ટિ અને ગીફ્ટ એનાયત કર્યા હતા.દોઢ વર્ષની અક્ષવી અંગ્રેજી આંકડા અને અલ્ફાબેટ બોલી શકે છે. અલ્ફાબેટનાં વચ્ચેથી પ્રશ્ન પૂછવામાં આવતા તેનો સાચો ઉત્તર આપે છે. આલ્ફાબેટનાં આગળનાં આંકડો કે અક્ષર શું આવે તેની પૂરી માહિતી તેને છે.કારની નંબર પ્લેટ સારી રીતે વાંચી શકે છે.અક્ષવીનાં પિતા કોમલ રાવત સરીગામની એક ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદા પર ફરજ બજાવી રહ્યા છે.