મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 જાન્યુઆરી 2021 (10:04 IST)

ગુજરાત બોર્ડની પરીક્ષામાં પણ હવે ઉત્તરવહીઓનું ચેકિંગ ઓનલાઈન થશે

ગુજરાત શિક્ષણ બોર્ડ પણ હવે ધો.10-12ની બોર્ડ પરીક્ષામા ઉત્તરવહીઓનું ચેકિંગ ઓનલાઈન કરવાની દિશામાં આગળ વધી રહ્યુ છે અને બોર્ડ ડિજિટલાઈઝેશન તરફ વધુ એક પહેલ કરતા આગામી બોર્ડ પરીક્ષાથી ઓનલાઈન એસેસમેન્ટ કરવાનુ પ્લાનિંગ કરી રહ્યુ છે.જે માટે હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ઉચ્ચ શિક્ષણમાં હાલ GTU સહિતની કેટલીક યુનિ.ઓ દ્વારા પરીક્ષાઓ બાદ ઓનલાઈન એસેસમેન્ટ કરાવવામા આવે છે.

ગુજરાત બોર્ડ દ્વારા ઉતરાયણ સુધીમાં અથવા ઉતરાયણ બાદ બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ સાથે તારીખો જાહેર કરી દેવાય તેવી શક્યતા છે. ગુજરાત બોર્ડની પરીક્ષા 10 મે અથવા 17 મેથી શરૂ થાય તેવી શક્યતા છે. થોડા દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની રજિસ્ટર્ડ સ્કૂલોનું અને તેના વિષયવાર શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાશે ત્યારબાદ ઉતરાયણ પછી ધો.12-12ની બોર્ડ પરીક્ષાના તબક્કાવાર ફોર્મ ભરાવાનું શરૃ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 2021ની બોર્ડ પરીક્ષાને લઈને એસેસમેન્ટ સર્વિસ માટે ટેન્ડર પણ કરવામા આવ્યુ છે અને જેમાં એજન્સી પાસેથી દરખાસ્તો મંગાવવામા આવી છે.

ગુજરાત બોર્ડ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે સૌથી ઓછા વિદ્યાર્થી હોય તેવા કોઈ એક ધોરણની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓનું સ્કેનિંગ કરી ઓનલાઈન એસેસમેન્ટ કરાશે. હાલ બોર્ડ દ્વારા પરીક્ષા બાદ રાજ્યના વિવિધ ઝોનમાં મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોમાં ઉત્તરવહીઓના બંડલો ગાડીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાય છે અને દરેક કેન્દ્રોમાં શિક્ષકો રૂબરૂ જઈને ઉત્તરવહીઓ તપાસી તેના માર્કસ પણ મેન્યુઅલી મુકે છે અને ત્યારબાદ તેમાંથી પરિણામનો કોમ્પ્યુટરાઈઝ ડેટા તૈયાર કરાય છે. CBSE દ્વારા ધો.10 અને 12૨ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ ગુજરાત બોર્ડના ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી  મુજબ ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિની થોડા જ દિવસમાં બેઠક મળશે અને જેમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરવામા આવશે. જો કે તે પહેલા પરીક્ષાની તારીખો સરકારની મંજૂરીથી જાહેર કરી દેવાશે. મળતી માહિતી મુજબ 10 મે અથવા 17 મેથી ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષા શરૃ થાય તેવી શક્યતા છે. હાલ આ બે તારીખો નક્કી છે.જેના પર સરકારની મંજૂરી બાકી છે.  બોર્ડ પરીક્ષા માટે સ્કૂલ રજિસ્ટ્રેશન તથા ટીચર્સ રજિસ્ટ્રેશન અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની હાલ તૈયારીઓ ચાલી રહી છે.થોડા જ દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા સૌપ્રથમ સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન શરૃ થશે. સ્કૂલો અને શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાયા બાદ ઉતરાયણ પછી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાવાનુ શરૃ થશે. પ્રથમ તબક્કામાં ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાય તેવી શક્યતા છે અને ત્યારબાદ તબક્કાવાર ૧૨ સા.પ્ર. અને ધો.૧૦ના સ્ટુડન્ટસનું રજિસ્ટ્રેશન થશે.અંદાજે ૧૮થી૧૯ લાખ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેવાતી હોઈ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા અને બેથીત્રણ વાર ફોર્મ ભરવાની મુદત આપ્યા બાદ સેન્ટરો ગોઠવવામા ઘણો સમય લાગે તેમ હોઈ બોર્ડે હવે ઉતરાયણ બાદ પ્રક્રિયા શરૃ કરી દેવી પડે તેમ છે.જો કે સ્કૂલો ફેબુ્રઆરી સુધી નહી ખુલે.ફેબુ્રઆરીમાં પણ સ્કૂલો ક્યારથી ખોલવી તે બાબતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ કમિટી નિર્ણય કરશે