મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 એપ્રિલ 2019 (14:27 IST)

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટમાં ઝટકો

દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના મામલે થયેલી રીટના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે પબુભાએ હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમકોર્ટમાં 22મીએ એપ્રિલે સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે પબુભાને સુપ્રીમથી પણ રાહત ન મળી. આ અંગે આગામી સુનાવણી હવે સપ્ટેમ્બરમાં હાથ ધરાશે. આ અંગે પબુભાએ નિવેદન આપ્યું હતું કે મને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. પબુભા હવે પૂર્વ ધારાસભ્ય: દ્વારકા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેક 6943 મતોની લીડથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે હાથ ધરાયેલી સુનાવણીના આધારે હવે પબુભા ધારાસભ્ય પદ તરીકે કામ નહીં કરી શકે.