બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 નવેમ્બર 2021 (15:40 IST)

સુરત સ્નેહ સંમેલનમાં બોલ્યા પાટીલ, મોદી ભાજપનુ વાવાઝોડુ અને વાવાઝોડામાં હવા ફૂકવાનુ કામ કાર્યકરો કરે છે

સુરતના કડોદરા ખાતે ભાજપના સ્નેહમિલન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે અધિકારીઑને મોટી ટકોર કરી છે. કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે અધિકારીઓને આદેશી કડક સૂચન કરતાં કહ્યું છે કે અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના નંબર સેવ રાખવા પડશે અને જ્યારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે અધિકારીઓએ ફોન ઉઠાવવા પણ પડશે. સોમ-મંગળ સિવાય સચિવાલયમાં કામ અર્થે નહિ જવા નિર્ણય કરાયો છે. 
 
 આર પાટિલે જણાવ્યું હતું કે, અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિના નંબર સેવ કરવાના પડશે અને ગમે ત્યારે ફોન ઉપાડવો પડશે,  કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે અધિકારીઓને આદેશી કડક સૂચન કર્યાં હતા. તમણે કહ્યું  કે, અધિકારીઓ કામકરી શકે માટે સોમ-મંગળ સિવાય સચિવાલયમાં કામ અર્થે નહિ જવનો પણ નિર્ણય
પીએમ મોદી દ્વારા લેવાયો છે. તેમણે કહ્યું હતું કે, આપણા ઉર્જાવાન વડાપ્રધાન મોદી પાસેથી આપણે પ્રેરણા લઇને તેવી જ કાર્યનિષ્ઠાથી કામ કરવાનું છે.  સી આર પાટીલે વધુમાં નિવેદન આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું વાવાઝોડું નરેન્દ્રભાઈ મોદી છે, અને વાવાઝોડામાં હવા ફૂંકવાનું કામ કાર્યકરો કરે છે