સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 21 જૂન 2019 (16:25 IST)

PM મોદીને મળી જીવથી મારવાની ધમકી, 500 રૂપિયાની નોટ પર મલયાલમમાં લખ્યુ મોદીનુ ગળુ ...

આખી દુનિયામાં આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય રહ્યો છે. આ અવસર પર પીએમ મોદીએ ઝારખંડના રાંચીમાં 40 હજાર લોકો સાથે યોગ કર્યો પણ તાજેતરમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને જીવથી મારવાની ધમકી મળી છે. 500 રૂપિયાના નોટ પર લખીને આપવામાં આવી છે. ત્રિશુરના ગુરૂવાયુર મંદિર દેવાસ ઓમ ઓફિસને એક કવર મળ્યુ. આ કવરમાં એક પાંચસો રૂપિયાની નોટ પર ધમકી લખી હતી, 'પીએમ મોદીને મારવામાં આવશે. તેમનુ ગળુ કાપવામાં આવશે."
 
પીએમ મોદીને મારવાની ધમકી મલયાલમ ભાષામાં લખી હતી. આ મામલો સામે આવ્યા પછી ગુપ્ત અને સુરક્ષા એજંસેઓમાં હડકંપ મચી છે.  ગુપ્ત એજંસીઓની તપાસ ચાલુ છે અને આ  જાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કે આ પત્ર ક્યાથી આવ્યો હતો