1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (10:46 IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર બુધવારની રાત્રીએ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યાંથી પીએમ મોદી તેમની માતા હીરાબા મળવા ગાંધીનગર નજીક રાયસણ ગામ રવાના થયા હતા. જ્યાં તમેણે માતા હીરાબાને મળ્યા અને નવા વર્ષના આશીર્વાદ મેળવ્યા હતા. 31 ઓક્ટોબર સરદાર પટેલની 144મી જયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં તમેણે સરદાર પટેલને પુષ્પાજલીં અર્પણ કરી હતી.
31 ઓક્ટોબર સરદાર પટેલની 144મી જયંતિને લઇને દેશના વડાપ્રધાન ગઇ કાલે દિલ્હીથી અમદાવાદના એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, અમદાવાદના મેયર બિજલ પટેલ અને મુખ્ય સચિવ જે.એન.સિંહએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એરપોર્ટથી માતા હીરાબાના આશીર્વાદ લેવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે રવાના થયા હતા અને જ્યાં તેમણે રાત્રિરોકાણ કર્યું હતું. જો કે, સરદાર પટેલની જન્મજયંતિને લઇને હાલ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા.
જ્યાં પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી અને તેમણે સરદાર પટેલને પુષ્પાજલીં અર્પણ કરી હતી. ત્યારે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં રાજ્ય પોલીસ દળની પાંચ ઉપરાંત કેન્દ્રીય દળની ટુકડીઓ માર્ચ યોજી હતી. જેના બાદ પીએમ મોદીએ ઉપસ્થિત તમામ લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. તેઓએ શપથ લેવડાવતા કહ્યું હતું કે, હું સત્યનિષ્ઠાથી શપલ લઉ છું કે રાષ્ટ્રીય એકતાને બનાવી રાખવા સ્વંયને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવા માટે શક્યત પ્રયાસ કરીશ. હું આ શપશ આપણા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. જેને સરદાર પટેલ તેમના દૂરંદેશીતા અને કાર્યો દ્વારા સંભવ બનાવવામાં આવ્યું. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુરક્ષિત કરવા માટે મારું યોગદાન કરવા માટે પણ સત્યનિષ્ઠાથી સંકલ્પ કરું છું. ભારત માતા કી જય....