ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2017 (13:28 IST)

પુર ગ્રસ્ત બનાસકાંઠાનું પીએમ મોદી આજે સાંજે હવાઈ નિરિક્ષણ કરશે

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. ધાનેરામાં જળસંકટથી તારાજી સર્જાતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી  ઓપરેશન સેન્ટરમાં રાજ્યના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી.

જ્યારે મુખ્યીમંત્રી  રૂપાણીએ ભારે વરસાદ અને પૂરજોશથી ફૂંકાતા પવનમાં-પ્રતિકુળ વાતાવરણમાં  બનાસકાંઠા જિલ્લાની સોમવારે મુલાકાત લીધી હતી. ડીસામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનનમાં ભારે વરસાદ અને બનાસકાંઠામાં સતત પડી રહેલા વરસાદને કારણે સમસ્યાણ સર્જાઇ છે, પરંતુ સમગ્ર વહીવટીતંત્ર અત્યારે બચાવ કામગીરીમાં લાગ્યું છે અને જાન-માલને ઓછામાં ઓછું નૂકશાન થાય એવી વ્યયવસ્થા ગોઠવવામાં આવી છે. બનાસકાંઠાના વરસાદની ભારે અસર પાટણ જિલ્લામાં થવાની હોવાથી પાટણ જિલ્લાના 90 ગામોના લોકોને  સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવાનું ભગીરથ કામ હાથ ધરાયું છે.