ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (08:32 IST)

PM Modi - આજે અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીનો રોડ શો, મોરિશિયસના વડાપ્રધાનનું રાજકોટમાં ભવ્ય સ્વાગત, ફૂલોના વરસાદથી કાર ઢંકાઇ

PM Narendra Modi's road show in Ahmedabad today
આજે અમદાવાદમાં વડાપ્રધાનનો રોડ શો. 10 હજારથી વધુ લોકો માનવ સાંકળ રચી આવકારશે 2) ગાંધીનગરના 4 તાલુકામાં આજથી 22 એપ્રિલ સુધી આરોગ્ય મેળાનું આયોજન 3) આજે કર્ણાવતી મહાનગરમાં અતિકુપોષિત 2137 બાળકોને બાળઆહાર કીટ આપવામાં આવશે. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો, દીક્ષા એપ અંગે સવાલ કર્યા
 
વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા હતા.
 
મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટના મહેમાન બન્યા છે. એરપોર્ટ પર તેઓને ગાર્ડ ઓફ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં યુવતીઓનો તલવાર રાસ નીહાળતા અભિભૂત થયા હતા. બાદમાં એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધીનો રોડ-શો યોજાયો હતો. જોકે વિવિધ શૈક્ષણિક સંસ્થાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આકરો તાપ હોવા છતાં ઉમટી પડ્યા હતા. તેમજ નાસિક ઢોલના નાદથી રાજકોટ ગુંજ્યું હોવાનો અનુભવ થયો હતો. શહેરમાં આજે 43 ડિગ્રી તાપમાન હોવા છતાં આકરા તાપમાં માનવ મેદની ઉમટી હતી. રાજકોટીયન્સે પ્રવિંદ જુગનાથના સ્વાગતમાં કોઈ કસર છોડી નહોતી અને ફૂલોના વરસાદથી PMની કારને ઢાકી દીધી હતી.