મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 22 જુલાઈ 2020 (13:28 IST)

અભિનેતા પરેશ રાવલના ભાઇના જુગારધામમાં પોલીસનો દરોડો, 20 શખ્સો ઝડપાયા

વિસનગરમાં ગૌરવપથ પર કૃષ્ણ સિનેમા પાસે આવેલી મથુરદાસ ક્લબમાં ચાલતા ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના ભાઇ હિમાંશુ રાવલ અને સગા કિર્તી રાવલના જુગારધામમાં સોમવારે રાત્રે મહેસાણા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો.જેમાં પરેશ રાવલના ભાઇ હિમાંશુ રાવલ સહિત 20 શખ્સોને રૂ.1,94,540 રોકડ રકમ, રૂ.64,500ના 16 મોબાઇલ અને રૂ.3.75 લાખના ત્રણ વાહનો મળી રૂ.6,33,540નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. શહેરની મધ્યમાં જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને ગંધ ન આવી અને મહેસાણા પોલીસે રેડ કરતાં સ્થાનિક પોલીસના હોશ ઊડી ગયા હતા. જ્યારે જુગારીઓને છોડાવવા રાજકીય પ્રેશરનો મારો ચાલ્યો હતો. જોકે, પોલીસે કાર્યવાહી પૂરી કરી મોબાઇલ બંધ કરી દીધા હતા. મથુરદાસ ક્લબમાં હિમાંશુ રાવલ અને કિર્તી  રાવલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હતા. આ કલબમાં કિર્તી રાવલ ટ્રસ્ટી છે, જ્યારે પરેશ રાવલનો મુંબઇ રહેતો ભાઇ  હિમાંશુ લોકડાઉનમાં વિસનગર આવ્યો હતો. અહીં વિસનગર ઉપરાંત, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદથી શોખિનો જુગાર રમવા આવતા હતા.