1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (16:45 IST)

Post Office ની શાનદાર સ્કીમ એક વાર લગાવો 2 લાખ રૂપિયા, interest ના રૂપમાં મળશે 66000 રૂપિયા

ઈંવેસ્ટમેંટના હિસાબથી પોસ્ટ ઓફિસને સારો વિકલ્પ માનવામાં આવે છે. અહી તમને રિટર્ન પણ સારુ મળે છે.  આજે અમે તમને પોસ્ટ ઓફ્સની એક એવી સેવિંગ સ્કીમ વિશે બતાવીશુ જે તમને 6.6 ટકા વાર્ષિક રિટર્ન મળે છે.  આ સ્કીમ હેઠળ તમને એકસાથે પૈસા જમા કરવા પડશે અને તેના પર મંથલી ઈંટ્રેસ્ટ ઈનકમ મળશે. જેમા ઈંડિવિઝુઅલ કંટ્રીબ્યુટર વધુમાં વધુ 4.5 લાખ સુધી રોકાણ કરી શકે છે. જોઈંટ એકાઉંટમાં 9 લાખ સુધી રોકાણ કરી શકાય છે. 
 
પોસ્ટ ઓફિસમાં તમારો પૈસો સુરક્ષિત રહે છે. સરકાર તમારા પૈસાની ગેરંટી લે છે. આ સ્કીમનુ નમ પોસ્ટ ઓફિસ Monthly Income Scheme છે.  આ સ્કીમનો લોક ઈન પીરિયડ 5 વર્ષનો છે.  ઈંવેસ્ટમેંટ મેચ્યોર થયા પછી તમને પુરો પૈસો મળી જાય છે. આ સ્કીમની વિશેષતા એ છે કે આ સંપૂર્ણ રીતે માર્કેટના રિસ્કથી ફ્રી છે અને તમને મંથલી ઈંટ્રેસ્ત મળે છે.  રિટર્ન એકદમ ગેરંટેડ છે. 10 વર્ષથી વધુ વય થતા તમારા નામ પર આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકાય છે. માઈનરના નામ પર તેમનો ગાર્જિયન આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછા 1 હજાર રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે.  રોકાણની રાશિ 100ના મલ્ટીપલમાં હોવી જોઈએ. 
 
1 લાખ રોકાણ કરતા દર વર્ષે મળશે 6600 રૂપિયા 
 
આ સ્ક્રીમમાં રોકાણ કરતા સિંપલ ઈંટ્રેસ્ટ કૈલકુલેશન થાય છે. જો તમે એક લાખ રૂપિયાનુ રોકાણ કરો છો તો તમને એક વર્ષમાં 6600 રૂપિયા અને દર મહિને 550 રૂપિયા મળશે.   આ પાંચ વર્ષ સુધી દર મહિને મળતા રહેશે.  2 લાખ રોકાણ કરતા 1100 મંથલી એક વર્ષમાં 13200 રૂપિયા અને પાંચ વર્ષમાં કુલ 66000 રૂપિયા મળશે.  3 લાખ રોકાણ કરતા 1650 રૂપિયા મંથલી, 4 લાખ રોકાણ કરતા 2200 મંથલી અને 4.50 લાખ રોકાણ કરતા 2475 રૂપિયા મંથલી મળશે.   એક વર્ષમાં આ 297,000 રૂપિયા અને પાંચ વર્ષમાં 1 લાખ 48 હજાર 500 રૂપિયા મળશે. 
 
5 લાખ પહેલા પૈસા કાઢશો તો કપાશે ડિડ્ક્શન 
 
 
આ સ્કીમમાં રોકાણ કરવા પર 1 વર્ષ પહેલા જમા રાશિ કાઢી શકાતી નથી. જો એક વર્ષ પછી અને ત્રણ વર્ષ પહેલા રોકાણ કાઢવામાં આવશે તો 2 ટકા ડિડ્કશન કાપી લેવામાં આવશે.  3 વર્ષ પછી અને 5 વર્ષના પહેલા એકાઉંટ ક્લોઝ કર્યુ તો 1 ટકા ડિડ્ક્શન ચાર્જ કાપવામાં આવશે.