બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (16:28 IST)

રાહુલ ગાંધીના પ્રવાસ ટાણે જ રાજકોટમાં ધારાસભ્ય ઈન્દ્રનિલ વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યાં

રાજકોટ વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. એક તરફ રાહુલ ગાંધી રાજકોટના પ્રવાસે છે ત્યારે સીએમ રુપાણી સામે ચૂંટણી લડનાર કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિરુધ્ધ તેના જ કાર્યાલય ઓફિસ સામે પોસ્ટર લાગ્યા છે. તેમા પ્રજા તમારી રેકડી કાઢશે તેવા લખાણ લખ્યા છે. આવા પોસ્ટર ભાજપે જ માર્યા હોવાનો ઇન્દ્રનીલભાઇનો આક્ષેપ છે.

આ મુદે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, ભાજપ બેબાકળી બની ગઇ છે. ભાન ભૂલી હલકા પ્રચાર પર ઉતરી ગઇ છે. મોડી રાત્રે પોસ્ટરો મારી મીડિયા દ્વારા ખોટા પ્રચાર કરાવી રહી છે. આ રાજકીય પાર્ટીને શોભે તેવુ કૃત્ય નથી. મતદારો બધુ જ સમજે છે. સમય આવ્યે જવાબ મળી જશે.કોગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ 69 બેઠક પરથી વિજય રુપાણી સામે લડવાના છે.

આ બેઠક પરથી વિજય રુપાણી ધારાસભ્ય છે. આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. વડાપ્રધાન પણ એક સમયે અહીંથી ધારાસભા લડી જે તે સમયે ગુજરાતના સીએમ બન્યા હતા. હવે આ બેઠક અસ્તિત્વનો જંગ બની છે. ત્યારે આ પહેલા પણ ઇન્દ્રનીલ અને રુપાણી સામ સામે પોસ્ટર યુધ્ધ ખેલાય ચૂક્યું છે.