ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કોના કહેવાથી થયું

શુક્રવાર, 21 જુલાઈ 2017 (11:33 IST)

Widgets Magazine
news of gujarat


 17મી જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટેની યોજાયેલ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર મીરાકુમારને હરાવીને રામનાથ કોવિંદ 65.65 ટકા વોટ સાથે જીતી ગયા અને દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યાં. ત્યારે આ ચૂંટણી માટે ગુજરાતમાં ગુજરાતમાં ભાજપની સરકારના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે મોદી વિરૂદ્ધ ઉભી કરેલી પરિવર્તન પાર્ટીમાંથી જીતેલા ધારાસભ્ય નલિન કોટડિયાએ સૌપ્રથમ ક્રોસ વોટિંગ કરતાં રાજકારણ ગરમાયું હતું. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતમાંથી કુલ ૧૮૨માંથી ૧૮૧ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું.

જનતા દળના છોટુ વાસાવાએ મતતદાન કર્યું નહોતું જ્યારે ભાજપના ધારાસભ્ય અમિત શાહે દિલ્હીમાંથી મતદાન કર્યું હતું.ક્રોસ વોટિંગ કરનારા બળવાખોર ધારાસભ્યોએ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને મત આપીને પક્ષના વ્હીપનો ભંગ કર્યો હતો. કોંગ્રેસના કુલ ૫૭ ધારાસભ્યોમાંથી ૮એ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવા માટે કોસ વોટિંગ કર્યું હોવાની ચર્ચા છે.જેને પગલે કોંગ્રેસ પોતાના આવા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરી શકે છે. આ ઘટનાને લઈને સુત્રોમાં એવી અટકળો જામી છે કે ક્રોસ વોટિંગ શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં કરવામાં આવ્યું છે. સુત્રો એવું પણ જણાવે છે કે ભાજપ આ મુદ્દે પહેલાંથી જ શંકરસિંહ વાઘેલા પર નજર રાખી રહ્યો હતો. કોંગ્રેસમાં આ ફૂટ મોટું નુકસાન પણ કરાવી શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે બા રિટાયર થાય,બાપુ કયારેય રિટાયર નહીં થાય

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો આજે 77મો જન્મદિવસ છે. ત્યારે તેઓ આજે ...

news

ગુજરાતમાં ભાજપનું 150 સીટોનું સપનું સાકાર કરવું કપરુ બનશે

ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થાય તેમ છે. ભાજપના ...

news

આજે જન્મદિવસ પર Shankar Singh Vaghela શુ કોંગ્રેસ છોડવાનું એલાન કરશે ? સૌની નજર આજની તેમની પ્રેસ કોન્ફરેંસ પર

લાંબા સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકર સિંહ વાઘેલા આજે ...

news

વીડિયો - આ પાલતૂ અજગર રોજ રાત્રે મહિલાને લપેટાઈને સૂતો હતો..ડોક્ટરે હકીકત બતાવી તો મહિલાના ઉડી ગયા હોશ

એક મહિલા એવી પણ છે જેણે સાંપને મિત્ર બનાવ્યો. ઉલ્લેખનીય છે કે આ ઘટના યુવતીએ પોતે પોતાના ...

Widgets Magazine