રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (16:21 IST)

રાજ્યમાં બંધ થઇ શકે છે પ્રાથમિક સ્કૂલો

ગુજરાતમાં ઓમિક્રોનની વધતી મહામારીને પગલે  એક બાદ એક નિયંત્રણો લગાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કોરોના કેસનો આંકડો 3300એ પહોંચ્યો રાજ્યમાં ગઈકાલે 7 મહિના બાદ પહેલીવાર 3000થી વધારે કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 નવા કેસ નોંધાયા હતા
 
કોરોનાના વધતા કેસમાં ઑફલાઈન  શાળાઓમાં પણ મોટી સંખ્યામાં બાળકો કોરોનાની ઝપટમાં આવી રહ્યાં છે જેના કારણે શાળાઓ બંધ કરવામાં આવી
રહી છે. ગુજરાત વાયબ્રન્ટ જેવી મોટી ઇવેન્ટ મોકૂફ કરવામાં આવ્યા બાદ સરકાર ઓફલાઇન સ્કૂલો પણ બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.