ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 જૂન 2021 (19:29 IST)

વડાપ્રધાન મોદી 24મી જૂને અમદાવાદમાં GTU ખાતે શરૂ થયેલ ટોયકાથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે

માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા ટોયકાથોન 2021નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જુદા જુદા 68 પ્રોબ્લેમ અને સ્ટેટમેન્ટ પર ભારત દેશની 14 હજાર ટીમો ભાગ લઈ રહી છે. આ ટોયકાથોનમાં ગુજરાત માંથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (GTU) નોડલ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે. GTU ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાના વરદ હસ્તે ટોયકાથોન 2021નો શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી 24મી જૂનના રોજ ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે  વડાપ્રધાન મોદી ડીજિટલ માધ્યમ થકી ચર્ચા કરશે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં 1.5 મિલિયન ડૉલરનું રમકડાં માર્કેટ છે. જેમાંથી 80 ટકા રમકડાની વિદેશમાંથી આયાત થાય છે. આ પ્રકારના ટોયકાથોનથી આત્મનિર્ભર ભારતને વેગ મળશે અને વિદેશી આયાત ઘટશે. GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે ભાગ લઈ રહેલાં વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, GTU વિવિધ ટોય ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે હંમેશા માટે કાર્યરત રહશે.  શિક્ષણ મંત્રાલય દ્વારા GTUને કુલ 30 ટીમો ફાળવવામાં આવી છે. જેમાંથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને  ડિજિટલ લેવલમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે આગામી સમયમાં સામાન્ય સંજોગોમાં ફિઝીકલ મોડમાં અન્ય 20 ટીમો ભાગ લેશે.  આ ટોયકાથોનનો મુખ્ય હેતુ આજના યુવા ટેકનોક્રેટના વિચારો અને તેમની આવડતથી રમકડાં ઉદ્યોગમાં રહેલી વિવિધ સમસ્યાઓનું સમાધાન મેળવવાનું છે.ભારત સરકારે રમકડાં ઉધોગનો વિકાસ થાય અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળી રહે તે અર્થે ટોયકાથોન-2021નું આયોજન કર્યું છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પણ ટોયકાથોનના આયોજનમાં સહભાગી થયેલ છે. 3 દિવસીય ટોયકાથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા રમકડાં ઉદ્યાગને લગતાં  વિવિધ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ પર કાર્યરત રહીને ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ,રચનાત્મકત્તા અને લોજીકલ વિષયો પર રમકડા નિર્માણ માટેના ઉપાય રજૂ કરાશે.