મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 જાન્યુઆરી 2019 (14:24 IST)

સુરતમાં બનેલી સૌથી શક્તિશાળી કે-9 વજ્ર ટેન્ક PM મોદીએ રાષ્ટ્રને કરી સમર્પિત

વડાપ્રધાન મોદી સુરતના હજીરાની એલ એન્ડ ટીમાં તૈયાર થયેલી આર્મી માટેની સૌથી શક્તિશાળી કે-9 વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરવા માટે સુરત પહોંચી ગયા છે. મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટથી તૈયાર થયેલી આ ટેન્કથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. વડાપ્રધાન શનિવારે હજીરા ખાતે ટેન્ક તૈયાર થઇ તે પ્લાન્ટની મુલાકાત લઇ ફાઉન્ડેશન સ્ટોન ઓફ હજીરા ગન ફેકટરી કાર્યક્રમમાં હાજરી આપી છે. હાલમાં એક ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરાઇ છે. આવી 100 ટેન્ક તૈયાર કરવામાં આવી રહી છે. એક ટેન્ક બનાવ્યા બાદ ડેમો બનાવી આર્મીને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવી હતી. જેમાં થોડા સુધારા-વધારા પણ સૂચવાયા હતા.
br style="font-family: Arial, Helvetica, sans-serif; font-size: small;" /> પીએમ નરેન્દ્ર મોદી અને ડિફેન્સ મિનીસ્ટર નિર્મલા સીતારમણ બેટરી ઓપરેટેડ કારમાં બેસીને તેઓ જ્યાં આ તોપનું નિર્માણ થાય છે ત્યાં પહોંચ્યાં હતાં. તેમનો કાફલો પણ તેમની સાથે છે. એલએન્ડી ટીના ચેરમેન અજય નાયક તેમને ફેક્ટરી અંગેની માહિતી આપી રહ્યાં છે. પીએમ મોદીએ ફેક્ટરી તથા અહીંનું કામકાજ અને ટેન્ક કેવી રીતે કામ કરશે તે વિશે માહિતી મેળવી. કોરિયા સાથે મળીને આ ટેન્ક બનાવવામાં આવી છે. ત્યારે હવે કોરિયાથી આવેલા ડેલિગેટ્સ, તથા ડિફેન્સ અને આર્મ્ડ ફોર્સિસ સાથે જોડાયેલા લોકો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ટેન્ક કોઈ પણ વાતાવરણમાં ચાલી શકે તેવીબનાવવામાં આવી છે. ટેન્કનું વજન 47 ટન છે જ્યારે ટેન્કની લંબાઈ 12 મીટર, ઊંચાઈ 2.73 મીટર, ટેન્કમાં ડ્રાઈવર સાથે પાંચ લોકો બેસે તેવી સુવિધા છે. K-9 વજ્ર 21મા સદીના કોઈપણ યુદ્ધને પહોંચી વળવા સક્ષમ છે.