20મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મહેમાન બનશે.

Last Modified સોમવાર, 9 જુલાઈ 2018 (23:50 IST)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક દિવસના બનશે. આગામી તા. 20મીએ વડાપ્રધાન ત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નરેન્દ્રભાઈ મોદી તા. 20મીએ સવારે
10.30 વાગ્યે
વલસાડમાં 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 20મી જુલાઇએ નરેન્દ્ર મોદી ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપી જાહેર જનતાને સંબોધન કરશે.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 લાખ મકાનો
લાભાર્થીઓને આપશે, સાથે ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું લાકાર્પણ પણ કરશે.


આ ઉપરાંત મોદી ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું પણ લોકાર્પણ કરશે. બાદમાં તેઓ બપોરે 2 કલાકે જૂનાગઢમાં હોસ્પિટલનું ઉદઘાટન કરશે. આ સાથે જ 5.30 કલાકે FSLના કાર્યક્રમમાં પણ PM હાજરી આપશે. . PMનો વિગતવાર કાર્યક્રમ આગામી એક બે દિવસમાં જાહેર થશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.


આ પણ વાંચો :